Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વલસાડ જિલ્લા પોલિસે ₹64.82 કરોડના દારૂ નો નાશ કાર્યો

On: January 29, 2026 8:15 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
મુદસ્માલ નો નાશ કરાયો

વલસાડ જિલ્લા પોલિસે મંગળવારે વર્ષ 2025 દરમિયાન પ્રોહિબિશન કાયદા હેઠળ જપ્ત કરાયેલા કુલ ₹64,82,19,927 કિંમતના ગેરકાયદેસર દારૂના મુદ્દામાલનો ભિલાડ આરટીઓચેકપોસ્ટ ખાતે વિધિવત નાશ કર્યો હતો. આ મુદ્દામાલમાં જિલ્લાની વિવિધ પોલિસ સ્ટેશનો પાસેથી જપ્ત કરાયેલી કુલ 3,01,084 દારૂની બોટલોનો સમાવેશ થાય છે.

પારડી વિભાગ:

પારડી પોલિસ સ્ટેશને સૌથી વધુ 99,530 બોટલ જપ્ત કરી હતી, જેની કિંમત ₹2,00,32,310 હતી.

વાપી વિભાગ

વાપી વિભાગની વિવિધ પોલિસ સ્ટેશનોએ મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વાપી ટાઉન પોલિસ સ્ટેશને 29,715 બોટલ (કિંમત ₹71,77,365), વાપી ઉદ્યોગનગર સ્ટેશને 3,986 બોટલ (કિંમત ₹12,57,629), વાપી ડુંગરા સ્ટેશને 32,432 બોટલ (કિંમત ₹50,59,652), ભિલાડ સ્ટેશને સૌથી વધુ 55,661 બોટલ (કિંમત ₹12,99,69,337), ઉમરગામ સ્ટેશને 1,075 બોટલ (કિંમત ₹2,27,940), મરીન ઉમરગામ સ્ટેશને 2,929 બોટલ (કિંમત ₹9,56,155) અને વાપી રેલ્વે સ્ટેશને 19,510 બોટલ (કિંમત ₹14,22,232) જપ્ત કરી હતી.

ધરમપુર વિભાગ:

ધરમપુર સ્ટેશને 3,042 બોટલ (કિંમત ₹9,60,698), નાનાપોંઢા સ્ટેશને 2,053 બોટલ (કિંમત ₹3,60,859) અને કપરાડા સ્ટેશને માત્ર 36 બોટલ (કિંમત ₹15,636) જપ્ત કરી હતી.

વલસાડ વિભાગ:

વલસાડ સિટી સ્ટેશને 5,133 બોટલ (કિંમત ₹10,71,419), વલસાડ રૂરલ સ્ટેશને 38,634 બોટલ (કિંમત ₹1,12,79,754), ડુંગરી સ્ટેશને 9,443 બોટલ (કિંમત ₹27,16,479) અને વલસાડ રેલ્વે સ્ટેશને 7,668 બોટલ (કિંમત ₹5,66,862) જપ્ત કરી હતી.

 મુદ્દામાલ નાશ કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓ

આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી વલસાડ વિમલ એચ. પટેલ, પ્રાંત અધિકારીશ્રી પારડી એન.સી. પટેલ, પ્રાંત અધિકારીશ્રી ધરમપુર આર.સી. પટેલ, મદદનિશ પોલિસ અધિક્ષક ધરમપુર વિભાગ ડૉ. સંદીપ ટી (IPS), નાયબ પોલિસ અધિક્ષક (SDPO) વલસાડ એ.કે. વર્મા, નાયબ પોલિસ અધિક્ષક (SDPO) વાપી બી.એન. દવે, ઇન્સ્પેક્ટર નશાબંધી અને આબકારી વિભાગ વલસાડ એ.એસ. પટેલ તેમજ જિલ્લાના તમામ થાણા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા પોલિસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પ્રોહિબિશન કાયદાનો કડક અમલ કરવાની ઝુંબેશ સતત ચાલુ રહેશે અને ગેરકાયદેસર દારૂના વેપાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સરકારના ગૃહ વિભાગના ઠરાવ અનુસાર આ સમગ્ર મુદ્દામાલનો વિધિવત નાશ કરવામાં આવ્યો છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!