૪૧ તલાટીની બદલીનો ગંજીફો ચિપાયો તાત્કાલિક બદલી,કોની ક્યાં થઈ બદલી વાંચો વિગતવાર

On: October 15, 2025 1:53 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

 

 જિલ્લા પંચાયત વલસાડના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેકમ) એ. વી. ડાંગીએ આજે તાત્કાલિક અસરથી જિલ્લાની વિવિધ તાલુકા પંચાયતોમાં કાર્યરત ૪૧ કર્મચારીઓની બદલી કરી છે. બદલી થયેલા તમામ કર્મચારીઓએ નવા સ્થળે તાત્કાલિક ફરજ પર હાજર થવાનું રહેશે.

આ બદલી હુકમમાં વલસાડ, પારડી, ઉમરગામ, ધરમપુર, કપરાડા અને નાનાપંઢા તાલુકા પંચાયતોના કર્મચારીઓનો સમાવેશ થાય છે. તાલુકા વિકાસ અધિકારીઓએ નિયત કરેલી મુદતમાં સંપૂર્ણ ચાર્જ લેવડ દેવડ કરાવી જિલ્લા પંચાયતને નકલ મોકલવાની રહેશે.

## વલસાડ તાલુકામાં ૧૫ કર્મચારીઓની બદલી

વલસાડ તાલુકા પંચાયતમાં સૌથી વધુ ૧૫ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. નીશકુમાર કિરણભાઈ પટેલની ભાગલથી ચુંદલાવ, દિવ્યેશ પ્રવિણભાઈ ટંડેલની ચુંદલાવથી ભાગલ, જયેશભાઈ સી. પટેલની ચીંચાઈથી આત્મા (પારડી), તરવીબેન બપિનભાઈ નાયકની મરલાથી ચીંચાઈ, વૈશાલીબેન રમણભાઇ પટેલની પારનેરા પારડીથી વાંકલ, રજનીકાંત ડી. પટેલની વાંકલથી મગોદ, પંકજ આર. ટંડેલની રોલાથી કોસંબા, સુનિલ ડી. પટેલની એડી. રોલાથી રોલા, મેઘુલ એ. દોસાઈની એડી. અટગામથી સોનવાડા, પ્રીતેશ યુ. પટેલની એડી. ચુંગર થી મરલામાં બદલી થઈ છે.

## પારડી તાલુકામાં ૯ કર્મચારીઓની અદલાબદલી

પારડી તાલુકા પંચાયતમાં ૯ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. શેતલબેન કમુભાઈ પટેલની નેવરીથી કોલક, અમિતકુમાર અનિલભાઈ પટેલની કોલકથી નેવરી, સુજ્ઞેશ એ. પટેલની ચુમલાવથી સોનવાડા, મીત બી. પટેલની એડી. ચુમલાવથી ચુમલાવ, જયેન્દ્ર એન. પટેલની એડી ચીવલથી સીબાચ, કવ્યપ પી. ભાલાળાની એડી. રસ્તલાવથી પલસાણા, શીલાબેન આર. પટેલની એડી. પરિયાથી પરિયા તથા ચરાગભાઇ એ. પંડ્યાની સર્રીગામ (ઉમરગામ)થી ગોઈમા (પારડી)માં બદલી થઈ છે.

## ઉમરગામ તાલુકામાં ૮ બદલી

ઉમરગામ તાલુકા પંચાયતમાં ૮ કર્મચારીઓની બદલી થઈ છે જેમાં ચરાગકુમાર નરસિંહભાઈ સુધવની ધનોલીથી કરમબેલા, હીરા અજમલ વઢેરની ચુંબથી સર્રીગામ, દિપાલીબેન ચંદ્રશેખર પટેલની મોહનગામથી અચ્છારી, સાધનાબેન નગુભાઈ ખરપડીયાની અચ્છારીથી મોહનગામ, ધનેશભાઇ બી. પટેલની સોળુંબાથી ચુંબ, રણજિતકુમાર સી. પટેલની મરોલીથી સોળુંબા, દિવ્યેશ એ. ગુવિયાની એડી.ખતલવાડાથી મરોલી, ગોપાલ એ. કરંગીયાની એડી.સંગીણથી સંગીણ તથા ઈસાન પી. પટેલની એડી. ભીલાડથી ધનોલીમાં બદલી થઈ છે.

## ધરમપુર અને કપરાડા તાલુકામાં પણ બદલી

ધરમપુર તાલુકા પંચાયતમાં કીર્તિદાબેન ભગુભાઈ પટેલની સીબાતલાટથી માંકડબન, યુગેશ્વરસિંહ મહેશ્વરસિંહ પઢિયારની માંકડબનથી સીબાતલાટ, વિમલકુમાર એચ.ટંડેલની લીવરીઝવથી ચુતરખેડ તથા રોહન એસ.દસદની કોઠાર (કપરાડા)થી ગુદીયા (ધરમપુર)માં બદલી થઈ છે.

કપરાડા તાલુકા પંચાયતમાં પ્રીતકુમાર મહેશભાઈ પટેલની મેણધાથી અષ્ટોલ, નારાણભાઈ પાનાભાઈ ચૌધરીની અષ્ટોલથી મેણધા, બાબુલ પાંચાભાઈ કુંધવાની મુચુબન થી મોટી વહીયાળ, નિહાલઅહમદ ગુલામમહમદ શેખની મોટી વહીયાળથી મુચુબન, શિલ્પાબેન કરસનભાઈ ટંડેલની ફતેપુરથી કોઠાર, કરણકુમાર એમ. પરમારની આત્મા (પારડી)થી કપરાડા તથા મિલન એમ. પટેલની એડી.નાનાપંઢાં (નાનાપંઢા)થી ફતેપુર (કપરાડા)માં બદલી થઈ છે.

## નાનાપંઢા તાલુકામાં બે બદલી

નાનાપંઢા તાલુકા પંચાયતમાં કૃણાલ પી. પંડ્યાની સુલિયા (કપરાડા)થી અંભેટી (નાનાપંઢા) અને શિવાની બી. ધાનાણીની એડી. ચુખાલાથી સુલિયા (કપરાડા)માં બદલી થઈ છે.

## માંગણી પ્રમાણે બદલી, વળતર નહીં મળે

અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે અનુક્રમ નંબર ૩, ૧૮, ૨૧ અને ૨૪ ની બદલી માંગણી પ્રમાણે હોવાથી તેમને બદલી વળતર ભથ્થું મળવાપાત્ર નથી. બદલી હુકમની નોંધ કર્મચારીની સેવાપોથીમાં કરવાની રહેશે.

આ હુકમની નકલ સંબંધિત કર્મચારી, તાલુકા વિકાસ અધિકારીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ અને અન્ય સંબંધિત વિભાગોને ઈ-મેઈલ દ્વારા મોકલવામાં આવી છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!