વાપી વુમન્સ કલબ દ્વારા મહિલાઓને શ્રૃંગાર અને રૂપના ઓજસ પાથરવાં અનેરી તક 

On: September 11, 2025 3:10 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ઘર પરિવાર અને બાળકોની જવાબદારી તળે દબાયેલી મહિલાને રેમ્પ વોક ઉપર ચાલવાના સપના પૂર્ણ કરવા “રૂપ” ફેશન શોનું ૧૪ સ્પેટમ્બરે થશે ઝાકમઝોળ આયોજન 

વાપી વુમન્સ કલબ દ્વારા પત્રકાર પરિષદ

દરેક નારી માટે પોતાનું સૌદર્ય  અને શૃંગાર એ નારી માટે ખૂબ મહત્વની બાબત હોય છે હંમેશા દરેક નારી પોતાના શૃંગારના અને રૂપ ના વખાણ થાય એમ ઇચ્છતી હોય છે .ત્યારે આજના પુરુષ પ્રધાન સમાજ માં રહેતી નારીઓ માં રહેલ શૃંગાર રસ પ્રત્યે ની પ્રતિભા બહાર લાવી ઘર પરિવાર ની જવાબદારીમાં ફસાયેલી દરેક સ્ત્રી  યુવતી હોય કે કિશોરી તમામ ને પોતાના સ્વપ્નો સાકાર કરવા માટે ની એક મહત્વ પૂર્ણ તક વાપી વુમન કલબ દ્વારા પૂરી પાડવામાં આવી છે.આગામી તારીખ ૧૪ સપ્ટેમ્બર ના રોજ વાપીના નામધા ખાતે આવેલ અનાવિલ સમાજના હોલ માં સાંજે ૪ વાગ્યે “રૂપ” ફેશન શો નું આયોજન કરવામાં આવ્યું છે.

આજે આયોજિત કરવામાં આવેલી પત્રકાર પરિષદ માં વાપી વુમન્સ ક્લબના ઉપસ્થિત રહેલા તમામ સભ્યો પૈકી પ્રમુખ શિલ્પા અગ્રવાલે જણાવ્યું કે “આ ફેશન શો નથી કે ન કોઈ સ્પર્ધા છે આ તમારા સૌંદર્ય અને રૂપ પ્રતિભા પાથરવા નો એક અવસર છે. શિલ્પા અગ્રવાલે જણાવ્યું કે છેલ્લા એક માસ થી અમે કુલ ૧૮૦ જેટલા સભ્યો તેમ ભાગ લઈ રહ્યા છે.જેમાં ૧૭ વર્ષ થી લઈ ને ૮૨ વર્ષ સુધીની મહિલાઓ પોતાના રૂપ અને સૌંદર્ય ના અજવાળા “રૂપ” ફેશન શો માં પાથરશે,આ કાર્યક્રમ નો હેતુ કોઈ સ્પર્ધા કે આવક મેળવવાનો નથી માત્ર વર્તમાન સમય માં ઘર ની જવાબદારીઓ માં ફસાયેલી મહિલાઓ પોતાના મનગમતા એવા શૃંગાર કરી પોતાના સૌંદર્ય ના ઉજાસ લોકો સમક્ષ મૂકી શકે એવા હેતુ છે.જે માટે અનેક સ્પોન્સર્સ સહયોગ કરી રહ્યા છે.જેમ પ્રમુખ ગ્રુપ અને ૨૧ ફસ્ટ સેન્ચુરી હોસ્પિટલ મુખ્ય છે.આ સ્પર્ધામાં સફળ બનાવવા ભાગ લેનારા તમામ સ્પર્ધક મહિલાઓ છેલ્લા એક માસ ઉપરાંત થી તૈયારી કરી રહી છે જેમાં વિવિધ ડ્રેસઅપ તેમજ બ્યુટી ટીપ્સ તેમજ હેર ગ્રુમિંગ સહિત દાંતો ને લગતી ટ્રીટમેન્ટ સહિત સ્કિન ગ્લો ટ્રીટમેન્ટ જેવી અનેક પધ્ધતિ અપનાવી પોતાના સૌંદર્ય અને શૃંગાર ના ઓજસ પાથરવા થનગની રહી છે.

કાર્યક્રમ ને સફળ બનાવવા માટે લલીતા ગર્ગ, કિરણ સાંખલા, રાજકુમારી બાફના, મંજુ બેરિયા, આશા અગ્રવાલ, ઉષા જાલુકા, કવિતા રામુકા, તેમજ પ્રોડક્ટ કોર્ડીનેટર સરિતા તિવારી મીનુ શ્રીવાસ્તવ પ્રીતિ કોચર રીતુ અગ્રવાલ , પ્રમુખ શિલ્પા અગ્રવાલ, સેક્રેટરી સાધના બાજપાઈ અને, ટ્રેઝર સુનંદા જોશી દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે તળાવમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે 

વાપી વુમેન્સ ક્લબની મહિલાઓએ જણાવ્યું કે મહિલાઓ થકી મહિલાઓ માટે આયોજિત આ ફેશન શો કોઈ સ્પર્ધા નથી પણ મહિલાઓ જેના સ્વપ્ના જવાબદારી તળે દબાઈ ગયા હોય એવી મહિલાઓ ને પોતાના સ્વપ્ન પૂર્ણ કરવા માટે નું એક પ્લેટફોર્મ પૂરું પાડવા આવ્યું છે. આ ફેશન શોમાં વાપીની નવ જેટલી એવી મહિલાઓના ચહેરાઓ તમને જોવા મળશે જેનો ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ સ્થળ ઉપર જાણીતા અને ઓળખીતા સ્થળ ઉપર તેઓ ફરજ બજાવતા હોઈ શકે છે ત્યારે આવી મહિલાઓ વચ્ચે સ્પર્ધા ન કરતા તેમના શૃંગાર અને રૂપના ઓજસ પાથરવાની આ મહત્વની તક તેમને આપવામાં આવી છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!