
વલસાડ: ચોમાસાના અતિવૃષ્ટિને કારણે વલસાડ જિલ્લામાં કુલ 197 રસ્તાઓ બંધ થઈ ગયા છે. આજે (07/09/2025) સવારે 9:29 વાગ્યે મળેલી માહિતી અનુસાર માર્ગ અને મકાન વિભાગે આ વિગતો જાહેર કરી છે.
જિલ્લાના વિવિધ તાલુકાઓમાં બંધ રસ્તાઓની વિગતો આ મુજબ છે:
– કાપરાડા તાલુકો: 52 રસ્તાઓ બંધ
– ધરમપુર તાલુકો: 68 રસ્તાઓ બંધ
– પારડી તાલુકો: 40 રસ્તાઓ બંધ
– વલસાડ તાલુકો: 24 રસ્તાઓ બંધ
– વાપી તાલુકો: 9 રસ્તાઓ બંધ
– ઉમરગામ તાલુકો: 1 રસ્તો બંધ
– ધરમપુર/વાંસદા તાલુકો: 3 રસ્તાઓ બંધ
અધિકારીઓએ જણાવ્યું કે રસ્તાઓ બંધ થવાનું મુખ્ય કારણ ઓવર ટોપિંગ, ચેક ડેમ કમ કોઝવે અને પાઇપ બ્રેઇન છે. મોટાભાગના રસ્તાઓ વરસાદ બંધ થયા પછી 8 થી 10 કલાકમાં ખુલવાની સંભાવના છે.
કેટલાક રસ્તાઓ પર વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. ધામણી-ટોકરપાડા રોડ પર મોહનાકાવચાળી થી કોરવડ રોડ (4 કિ.મી.), પાંચવેરા બારગૂડા મુથારપાડા થી નેશનલ હાઈવે (9 કિ.મી.) અને માની થી ઘોટણ રાહોર પિપરોણી (7 કિ.મી.) વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરી શકાશે.
ભારે વરસાદને કારણે કેટલાક રસ્તાઓ 1 થી 15 દિવસ સુધી બંધ રહેવાની શક્યતા છે. જિલ્લા કલેક્ટર અને માર્ગ વિભાગના અધિકારીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.
યાત્રીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ મુસાફરી કરતા પહેલાં રસ્તાઓની સ્થિતિ અંગે જરૂરી માહિતી મેળવી લે અને શક્ય હોય ત્યાં વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે.






