Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

100 ટકા અનાજ ફાળવવા માં આવતું હોવાની ગુલબાંગ વચ્ચે,ધરમપુર માં રાશન ની દુકાન માં ખાંડ અને દાળ નો જથ્થો ન મળતો હોવાની ફરિયાદ 

On: November 30, 2024 7:48 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

તાલુકા પંચાયત અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ દ્વારા પ્રાંત અધિકારી ધરમપુર ને લેખિત ફરિયાદ આપી પૂરતો જથ્થો પૂરો પાડવામાં આવે એવી માંગ કરાઈ 

ધરમપુર તાલુકામાં સસ્તા અનાજની દુકાનમાં માત્ર 50% જ ખાંડ અને દાળનો જથ્થો આવતો હોવાની ધ્યાને આવતા તાલુકા પંચાયત અપક્ષ સભ્ય અને આદિવાસી સમાજના અગ્રણી કલ્પેશ પટેલ દ્વારા પ્રાંત અધિકારીને ફરિયાદ કરવામાં આવી છે 

ધરમપુર તાલુકામાં 44,153 જેટલા કુલ રેશનકાર્ડ આવેલા છે જેમાં બે લાખ 26,725 જેટલા લાભાર્થીઓ છે આ તમામને 100 એ 100 ટકા અનાજનો જથ્થો મળે તેની દેખરેખ પુરવઠા વિભાગ અને મામલતદાર શ્રી દ્વારા રાખવાની રહે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી અનાજના ગોડાઉન ઉપરથી જ અનાજનો દાળ અને ખાંડનો જથ્થો ઓછો આવતો હોવાની બૂમ ઉઠી છે. જે અંગે કેટલાક દુકાનદારોએ જણાવ્યું કે તેમને આપવામાં આવતા દાળ અને ખાંડના જથ્થામાં 50% જેટલો જથ્થો મળતો હોય છે જેના કારણે રેશનકાર્ડ ગ્રાહકો જ્યારે તેની દુકાન ઉપર લેવા આવે છે તેઓને વહેલા તે પહેલાના ધોરણે જથ્થો આપવામાં આવે છે જ્યારે પાછળથી આવનારા કેટલાક ગ્રાહકોને દાળ અને ખાંડ મળતી નથી. જે સમગ્ર બાબતે તાલુકા પંચાયત અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ ને કેટલાક વંચિત રહેલા લોકોએ મૌખિક ફરિયાદ કરી હતી જે અંગે તેમણે રાશનની દુકાન ચલાવનારા કેટલાક દુકાનદારોની મુલાકાત લીધી હતી જ્યાં દુકાનદારોએ પણ તેમને જણાવ્યું હતું કે ઉપરથી આપવામાં આવતો જથ્થો જ ઓછો આવતો હોવાને કારણે તેઓ દરેક ગ્રાહકને ન્યાય આપી શકતા નથી ત્યારે આ જથ્થો પૂરતા પ્રમાણમાં પહોંચાડવામાં આવે તે જરૂરી છે જે માટે તેમણે આજે પ્રાંત અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી હતી અને જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારના લોકો મોટાભાગે સરકારી અનાજ રેશમની દુકાનમાંથી મેળવે છે અને એવા સમયે તેમના હકનું અનાજ તો તેમને પૂરતા પ્રમાણમાં ન મળે તો તેઓને મુશ્કેલી સર્જાતી હોય છે ત્યારે આ અનાજ ક્યાં જાય છે તે પણ એક તપાસનો વિષય છે પરંતુ હાલ તો તેમણે આ સમગ્ર બાબતે લેખિતમાં રજૂઆત કરી સો ટકા જેટલું અનાજ ફાળવવામાં આવે તેવી પ્રાંત અધિકારી સમક્ષ માંગ કરી છે તને જો સો ટકા અનાજનો જથ્થો પૂરતા પ્રમાણમાં ન ફાળવવામાં આવે તો આગામી દિવસમાં તેઓ આંદોલન પણ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!