ધરમપુર તાલુકાના બોપી ગામે જર્જરરીત શાળાનો નળિયાવાળો ભાગ તૂટી પડ્યો 

0
199

રાત્રિ દરમિયાન બનેલી ઘટનાને પગલે કોઈ જાનહાની નહીં 

વલસાડ જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને ઉચ્ચ શિક્ષણ મળે તે માટે હાલ અનેક જગ્યાઓ પર નવા ઓરડાઓનું બાંધકામ કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે જર્જરીત બનેલા ઓરડાઓને તોડી પાડવા માટે અનેક જગ્યાઓ પર ઓર્ડર અપાઈ ગયો છે પરંતુ જ્યાં સુધી નવું મકાન ન બને ત્યાં સુધી જર્જરિત ઓરડાઓ કેટલીક જગ્યા ઉપર પાડવામાં આવ્યા નથી જેના કારણે આ જોખમી ઓરડાઓ કોઈ મોટી ઘટનાને અંજામ આપી શકે તેવી દેશ જ છે પરંતુ તેમ છતાં પણ નવું મકાન ન બને ત્યાં સુધી મજબૂરી વસ શાળાના સંચાલકો દ્વારા આવા જર્જરિત મકાનને તોડી પાડવાની પહેલ કરવામાં આવતી નથી જેના કારણે આવા મકાનો તેમની સમય મર્યાદા પૂરી થતાં આપમેળે જ તૂટી પડતા હોય છે 

ધરમપુર તાલુકાના બોપી ગામે બરડા ફળિયામાં આવેલી પ્રાથમિક શાળાનું જર્જરિત મકાન ગત રાત્રિ દરમિયાન ધડાકાભેર તૂટી પડ્યું હતું છેલ્લા કેટલાક સમયથી વર્ષો જૂના આ મકાનમાં મૂકવામાં આવેલા નળિયાના ઉપરના ભાગનો એક તરફનો હિસ્સો રાત્રિ દરમિયાન ધડાકાભેર નીચે આવી ગયો હતો વહેલી સવારે લોકો એકત્ર થઈને જોયું તો સ્કૂલનો ઓરડાનો એક તરફનો ભાગ નળિયા સાથે નીચે આવી જતા લગભગ 75% નો હિસ્સો તૂટી જવા પામ્યો હતો 

નોંધનીય છે કે આ ઘટના રાત્રિ દરમિયાન બની હતી જેના કારણે અહીં બાળકો કોઈ પણ ઉપસ્થિત ન હોય કોઈ ઘટના બની નહીં પરંતુ જો દિવસ દરમિયાન આ ઘટના બની હોત તો કોઈ મોટી હોનારત થઈ શકી હોત હાલ તો જર્જરિત ઓરડાના કારણે અગાઉથી જ તકેદારીના ભાગરૂપે બાળકોને અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરી બેસાડવામાં આવી રહ્યા છે જેથી તેમનું શિક્ષણ કાર્ય ન બગડે અને હોનારત પણ ટાળી શકાય આ ઘટના અંગે સરપંચ દ્વારા તાલુકામાં તેમજ શિક્ષણ વિભાગમાં જાણ કરવામાં આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here