સને ૨૦૧૮ની સાલમાં ધોરણ ૬ માં અભ્યાસ કરતી વિધ્યાર્થીનીને “આજે કયો દિવસ છે ?? તેમ પૂછી ગાલ ઉપર ચુંબન કરનાર આરોપી શિક્ષકને દોષીત ઠેરવતી વાપીની સ્પેશીયલ કોર્ટ.

On: April 2, 2024 3:58 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વાપીના પૉક્સો ઍક્ટ હેઠળના સ્પેશીયલ જજ શ્રી એમ પી પુરોહિતે વર્ષ સને ૨૦૧૮ની સાલમાં ધોરણ ૬ માં અભ્યાસ કરતી વિધ્યાર્થીનીને “આજે કયો દિવસ છે ?? તેમ પૂછી ગાલ ઉપર ચુંબન કરનાર આરોપી શિક્ષક ઓમપ્રકાશ છોટેલાલ યાદવને ડી જી પી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી દોષિત જાહેર કર્યો.

ઉપરોકત ગુનામાં આરોપીને આઇ પી સી ની કલમ. ૩૫૪ (એ)નાં ગુનામાં ત્રણ વર્ષની સખત કેદની સજા અને રૂ.૩૦૦૦/- દંડ અને જો દંડ નાં ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા તથા પોક્સો એક્ટ ની કલમ.૮ મુજબના ગુનામાં દોષિત જાહેર કરી ત્રણ વર્ષ સખત કેદની કેદની સજા અને રૂ.૩૦૦૦/ દંડ જો દંડ નાં ભરે તો વધુ છ માસની સાદી કેદની સજાનો હુકમ તથા પૉકસો એકટ ની કલમ.૧૦ મુજબના ગુનામાં દોષિત જાહેર કરી પાંચ વર્ષની સજા અને રૂ.૩૦૦૦/- અને જો દંડ નાં ભરે તો વધુ છ માસની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે અને આરોપી જો કુલ રૂ.૯૦૦૦/- દંડ ભરે તો તે દંડની રકમ માંથી રૂ.૮૦૦૦/- ભોગબનનાર બાળકીને વળતર ચૂકવવાનો હુકમ પણ કર્યો તે ઉપરાંત ઉપરોક્ત તમામ સજાઓ એકસાથે ભોગવવાનો પણ હુકમ કર્યો.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!