બાળકના ગળામાં નાળ વિટાઇ ગઇ ૧૦૮ ના કર્મીઓએ દૂર કરી માતા બાળકને નવજીવન આપ્યું 108 માં પ્રસુતિ કરાવાઈ

તારીખ -૧૭/૦૧/૨૦૨૪ નાં રોજ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અરનાઈ ગામમાં માની ફળિયા માં રહેતા રમેશભાઇ ની પુત્રી લલીતાબેન સુરેશભાઈ કોંતી ને ડિલિવરીનો ખુબજ દુઃખાવો થતાં ૧૦૮ માં કોલ કર્યો હતો.આ કોલ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મોટા પોંધાની ૧૦૮ એમ્બ્યુલન્સને મળતા જ મોટા પોંધા ૧૦૮ ની ટીમ EMT દીપેન્દ્ર કુમાર ભરતસિંહ પટેલ અને pilot નરેન્દ્રભાઈ પટેલ બંને જણા અરનાઈ ગામે જવા રવાના થઈ ગયા હતા. દર્દી લલીતાબેન સુરેશભાઈ કોંતી ના સ્થળ પર 108 એમ્બ્યુલન્સ ગણતરીની મિનિટોમાં પહોંચી અને લલીતાબેન ને લઈને હોસ્પિટલ જવા નીકળ્યા હતા. આશરે તેમના ઘરેથી ત્રણ કિલોમીટર ના અંતરમાં જ લલીતાબેન ને ડિલિવરી નો દુખાવો ખૂબ જ વધી ગયો અને ઇએમટી દીપેન્દ્ર પટેલ ચેક કરે તો ડિલિવરી થવાની તૈયારી જ હતી. એટલે તેમને તેમના સાથી પાયલોટ મિત્ર નરેન્દ્ર ભાઈ ને એમ્બ્યુલન્સ સાઈડ માં ઉભી રાખવા કીધું અને ઇએમ ટી દીપેન્દ્ર પટેલ ડિલિવરી કરાવવાની તૈયારી કરીને જોતા ખબર પડી કે બાળકના ગળામાં નાળ વિટાઇ ગયેલી હોવાથી રસ્તામાં જ નોર્મલ ડિલિવરી કરાવી હતી. ઇએમટી દિપેન્દ્ર પટેલ 108 ઈમરજન્સી ટ્રેનીંગમાં શીખવાડેલ પદ્ધતિથી સફળતા પૂર્વક ડિલિવરી કરાવી અને ડિલિવરી કરાવવામાં આવી હતી. ત્યારબાદ 108 ને હેડ ઓફિસ અમદાવાદ રહેલ ી આરસીપી ડોક્ટર જે ડી પટેલ સરની એડવાઈઝ મુજબ માતાને આર એલ નો પાઈન અને ઓક્સીટોસીન ઇન્જેક્શન અને બાળકને સક્સન તેમજ કાંગારુ મધર કેર આપી ઓક્સિજન સાથે નજીકની સરકારી હોસ્પિટલ સીએસસી નાનાપોન્ડા ખાતે પહોંચાડ્યા હતા. સરકારી હોસ્પિટલના ડોક્ટર સ્ટાફ અને નર્સિંગ સ્ટાફ દ્વારા ઇએમટી દીપેન્દ્ર પટેલ તેમજ પાયલોટ નરેન્દ્ર ભાઈ ની સારી કામગીરી કરવા બદલ 108 એમ્બ્યુલન્સની ટીમની પ્રશંસા કરવામાં આવી હતી.





