બે દિવસીય વિશેષ આયોજન થશે જેમાં સાંઈરામ દવેનો હાસ્ય દરબાર અને દાંડિયા કિંગ “નૈતિક નાગડાના સંગાથે તારીખ: ૧૨/૦૧/૨૦૨૪ અને १३/०१/२०२४ ના સાંજના ૭.૩૦ વાગ્યે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું છે.

આ આયોજનનો ઉદ્દેશ આપણા આજુબાજુના સમુદાયોમાં જરૂરિયાતમંદ લોકોને આરોગ્યલક્ષી સેવાઓમાં મદદ, બાળ કન્યા શિક્ષણને ટેકો આપવો અને ફૂડ ફેસ્ટીવલ દ્વારા સ્ટોલ ધારકોને આત્મનિર્ભર અને નવા સ્ટાર્ટઅપના ઉદ્દેશથી | (ફૂડ ફેસ્ટીવલ ૨.૦, આવો માણીએ ઉત્સવ સ્વાદનો)નું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમાજની બહેનો દ્વારા પ્રેમભાવથી બનાવેલ વિવિધ વાનગીઓ જેવી કે કચ્છી દાબેલી, જામનગરના ભૂંગળા-બટેટા, ઘૂધરા, દહીવડા, પાણીપુરી, પાઉભાજી, ખીચું, પીઝા, આઈસ્ક્રીમ, મોકટેલ્સ, અને વિવિધ જાતના કેક જેવી વાનગીઓનો સ્વાદ માણી શકાશે.
આ ઇવેન્ટમાં મુખ્ય દાતાઓ :
પરમ ઇન્ફ્રાના – દીપેશભાઈ, ભાવિનભાઈ, કિશોરભાઈ
એમ.એમ. ગ્રુપના – મેહુલભાઈ આહીર અને પરિવારના સભ્યો
શક્તિ ઇન્ફ્રાના – શંકરભાઈ, અરવિદભાઈ, રમેશભાઈ
સન ક્રિયેટર્શના – લીલાધરભાઈ, હિતેશભાઈ, ભરતભાઈ
ભાનુ કનેકટના – હિતેશભાઈ
પ્રમુખ ગ્રુપના – જગદીશભાઈ
ભાઠેલા એન્ટરપ્રાઈઝ ના – વિવેકભાઈ
ટર્નીંગ પોઈન્ટ ના – નીલેશભાઈ ગાલા
એન.આર. ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ અને વાપીની ઘણી કંપનીઓનો અમુલ્ય ફાળો અને સહકાર મળેલ છે. આ આયોજનને સફળ બનાવવા ભાનુ ચેમ્પ્સની ટીમ છેલ્લા ૩ મહિનાથી સખત મહેનત કરી રહી છે.
વાપી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદભાઈ, કિશોરભાઈ, રમેશભાઈ, વિરેનભાઈ, ભીમજીભાઈ, ભરતભાઈ અને સમાજની કમિટીના મેમ્બરો તથા વાપીના આજુબાજુના ભાનુશાલી સમાજના સહયોગી મંડળો તથા વિવિધ સમાજોના પ્રેમ, સહકાર અને માર્ગદર્શનથી આ પ્રોજેકટ દ્વારા ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવામાં આવશે.
આ મેગા ઇવેન્ટને સફળ બનાવવા માટે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રમુખ સતીશભાઈ, સેક્રેટરી કલ્પેશભાઈ, એડવાઈઝરી બોર્ડના સર્વ મેમ્બરો અને વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના સર્વ સભ્યો નું ખુબજ સમર્થન મળેલ છે. સાથેસાથે સેવાભાવીની ટીમ અને રોટરેકટ ક્લબ ઓફ વાપીના ટીમ મેમ્બરો આ ઇવેન્ટમાં જોડાઈને સફળ આયોજન કરવા મદદરૂપ થઈ રહ્યા છે.
ભાનુ ચેમ્પ્સની ટીમ દ્વારા આ સોશિયલ પ્રોજેકટ (૨૦૨૪ કા રસરંગ નૈતિક નાગડા કે સંગ અને સાંઈરામ દવેનો દરબાર) ને માણવા માટે અને આ ઉમદા કાર્યમાં સહકાર અને સમર્થન આપવા આપ સહપરિવાર ઉપસ્થિત રહો એવું ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ.





