
કપરાડાના કાકડ કોપર ગામે સવારે 6 વાગ્યે ચા પીવા હોટલપર જઇ રહેલ ભગત રિતેશ અંધેરને 5 લોકો એ ઇક્કો કારમાં બળજબરી પૂર્વક બેસાડી ભીલાડ તરફ લઈ ભાગી ગયા હોવાની કેફિયત વર્ણવી હતી જ્યાં લઈ જઈ માર મારી તેને છોડી દેવાયો હતો
વહેલી સવારે કાકડકોપર ખાતે પોતાની કાર માંથી ઉતરી ચા પીવા હોટલ ઉપર જતા રિતેશ અંધેરને ઇક્કો કારમાં આવેલ 5 ઈસમોએ બળજબરી બેસાડી ભિલાડ તરફ લઈ ગયા બાદ બેફામ માર મારી રાત્રે હાઇવે નજીક છોડી ભાગી ગયા હોવાનું રીતેશે જણાવ્યું હતું
રાત્રે રિતેશ રીક્ષા કરી વાપીની ખાનગી હોસ્પિટલ માં સારવાર દાખલ થયો હતો અને તેની પત્ની ને જાણ કરી હતી જે બાદ પોલીસ દોડતી થઈ હતી જોકે તેને લઈ જનાર ને તે કોઈ ને ઓળખતો ન હોવાનું જણાવ્યું હતું વળી તેની કોઈ સાથે કોઈ ઝગડો પણ નથી છતાં કેમ આવી ઘટના બની તે અંગે તે પણ દ્વિધા માં મુકાયો છે
હાલ તો સમગ્ર બાબતે પોલીસ તપાસ નો દોર શરૂ કર્યો છે વળી આ બાબતે ટુક સમય માં પોલીસ કોઈ મોટો તપાસ બાદ ખુલાસો કરે તો નવાઈ નહિ જોકે હાલ તો ભગત રિતેશ હેમખેમ મળી આવતા પરિજનો એ રાહત નો શ્વાસ લીધો છે






