અમદાવાદ: SMCએ છોટાઉદેપુરના રંગપુર નાકા પાસેથી કુખ્યાત બુટલેગર હાતીમનો દારૂનો જથ્થો ઝડપાયો

On: March 24, 2022 7:30 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ,તા.24 માર્ચ 2022,ગુરૂવાર 

છોટાઉદેપુરના રંગપુર નાકા પાસે એસએમસી (સ્ટેટ મોનીટરીંગ સેલ)એ ઓરસંગ રિવર બ્રિજ પરથી કુખ્યાત બુટલેગર હાતીમનો રૂ.3.50 લાખનો દારૂનો જથ્થો બુધવારે રાત્રે ઝડપી ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. પોલીસની વિગતો મુજબ આરોપીઓ ફોરવ્હીલ વાહનમાં દારૂનો જથ્થો લઈ ડિલિવરી કરવા જતાં હતાં. 

એસએમસીએ રૂ 3,68,040ની મત્તાની 1740 નંગ ઈંગ્લીશ દારૂની બોટલ, રૂ 11,900ની રોકડ, રૂ.11,500ના 5 મોબાઈલ ફોન અને રૂ.3.50 લાખની એસયુવી ગાડી મળીને કુલ રૂ.7,40,440નો મુદ્દામાલ કબ્જે લીધો છે. પકડાયેલા આરોપીઓમાં હકુ રતુભાઈ રાઠવા, નિકેશ માનસિંગ રાઠવા અને ગોવિંદ થાવરિયા રાઠવાનો સમાવેશ થાય છે. 

છોટાઉદેપુરનો કુખ્યાત બુટલેગર હાતમઅલી યુસુફ મકરાણી ઉર્ફ હાતીમ, રવિ ઉછેટ અને એમપીના ચંદપુરનો મિશ્રાજી આ ગુનામાં ફરાર છે. એમપી દારૂનો જથ્થો લઈ આરોપીઓ આવ્યાની વિગત મળી છે. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!