Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વડોદરા:મ્યુનિ. કમિશનરના આદેશનું ઉલ્લંઘન કરી માનીતા કોન્ટ્રાક્ટરને ફાયદો: કોર્પોરેશનને રૂ. 24 લાખનું નુકશાનની પેરવી

On: March 23, 2022 12:45 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા,તા.23 માર્ચ 2022,બુધવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન માનીતા ઇજારદારને ફાયદો કરી આપવા માટે ટેન્ડરની શરતોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે તો બીજી બાજુ માનીતા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટની મુદત વધારવાની પણ પેરવી કરી કોર્પોરેશનને લાખો રૂપિયાનું નુકશાન પહોંચાડવામાં આવી રહ્યું છે. ફરી એક વખત ત્રણ મહિના માટે કપુરાઈ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના મેન્ટેનન્સનું કામ લંબાવી આપવાની દરખાસ્ત રજૂ થતાં વિવાદ સર્જાયો છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રજૂ થયેલી દરખાસ્તને રાજકમલ બિલ્ડર્સ અને કપુરાઇ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો ત્રણ મહિનાનો મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ લંબાવી આપવાના કામને મંજૂરી આપવા જણાવ્યું છે જેને કારણે કોર્પોરેશનને દર મહિને 4 લાખનું આર્થિક નુકસાન થઈ રહ્યું છે છતાં પણ રાજકમલ બિલ્ડર્સ અને ફાયદો થાય તે રીતે આ કામને મંજૂરી આપવાની પેરવી કરવામાં આવી રહી છે.

વડોદરા કોર્પોરેશનમાં અગાઉ ટેન્ડર બહાર પાડ્યા વિના જ ત્રણથી ચાર વર્ષ સુધી મેન્ટેનન્સના કે અન્ય કોન્ટ્રાક્ટ બારોબાર માનીતા કોન્ટ્રાક્ટરોને લંબાવી આપવામાં આવતા હતા તે પ્રથા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલએ અટકાવી અને દર વર્ષે નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરીને જ કામોને મંજૂરી માટે સ્થાયી સમિતિમાં મોકલવાનો નિર્ણય કર્યો હતો તેમ છતાં કોર્પોરેશનના કેટલાક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે મુંબઈ માનીતા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ લંબાવી આપવાની પહેરવી થઈ રહી છે અને નવા ટેન્ડર માટે માત્ર દેખાવ પૂરતી જાહેરાત આપીને અન્ય કોઈ કોન્ટ્રાક્ટર ટેન્ડર ભરે જ નહીં એવું દબાણ કરીને તેમના માનીતા કોન્ટ્રાક્ટરોને જ કામ મળે તે પ્રમાણેનું વ્યવસ્થિત ષડયંત્ર રચવામાં આવતું હોય છે.

કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગે તાજેતરમાં જ મહીસાગર ખાતે બનાવેલા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો કોન્ટ્રાક્ટ રાજકમલ બિલ્ડરને લંબાવી આપી લાખો રૂપિયાનો આર્થિક નુકસાન કર્યું હતું એ જ રીતે હવે સતત ત્રીજી વખત કપુરાઈ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો મેન્ટેનન્સનો ઇજારો વધુ ત્રણ મહિના રાજકમલ બિલ્ડર્સ અને પધરાવી દેવાનો કારસો કર્યો છે અને દરખાસ્તમાં જણાવાયું છે કે અગાઉ જાહેરાત આપી ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી પરંતુ તેમાં કોઈ ડર નહીં આવતા વધુ ત્રણ મહિના માટે રાજકમલ બિલ્ડર્સ અને દર મહિનાના રૂપિયા 9.80 લાખ પ્રમાણે કોન્ટ્રાક્ટ ચાલુ રાખવા જણાવ્યું છે.

વડોદરા કોર્પોરેશનમાં અગાઉ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અંગે ના કેન્દ્રો મંગાવવામાં આવ્યા હતા જેમાં રૂ. 5.85 લાખના ટેન્ડર આવ્યા હતા. ક્યારે કોર્પોરેશન દ્વારા ફરી રાજકમલ બિલ્ડર્સને રૂપિયા 9.80 લાખના મહિનાના ખર્ચનું ટેન્ડર રજૂ કરતા વિવાદ સર્જાયો છે ત્યારે સ્થાયી સમિતિ કોન્ટ્રાક્ટરને દર મહિને ચાર લાખનો ફાયદો કરી આપશે કે અગાઉ આવેલા ટેન્ડર પ્રમાણે ભાવ ઓછો કરશે એ જોવાનું રહે છે .

કોર્પોરેશનને દર મહિને 4 લાખનું નુકસાન

કપુરાઇ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નો દર મહિનાનો ખર્ચ રૂ.9.80 લાખ રૂપિયાનો થાય છે જ્યારે અગાઉ આવેલા ટેન્ડર નો એક મહિનાનો ખર્ચ રૂ. 5.85 લાખ થાય છે સતત ત્રીજી વખત કોર્પોરેશનને દરખાસ્ત રજૂ કરી છે જેને કારણે હા રૂપિયા ચોવીસ લાખનું નુકસાન થયું છે છતાં પણ કોર્પોરેશન તેમના માનીતા જ કોન્ટ્રાક્ટર રાજકમલ બિલ્ડરને વધુ ત્રણ મહિનાનો કોન્ટ્રાક્ટ પધરાવી દેવાનો કારસો રચવામાં આવ્યો છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!