[ad_1]

– માથાભારે રામચંદ્ર સ્વાઈની પત્ની ભારતી અન્ય ઉડીયા યુવાન સાથે ચલાવતી હતી : ચાર ગ્રાહક ઝડપાયા, ચાર લલનાને મુક્ત કરાઈ
સુરત, તા.22 માર્ચ 2021,મંગળવાર
સુરતના વરાછા મારૂતિચોક ભરતનગર સોસાયટીમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર વરાછા પોલીસે ગતસાંજે રેઈડ કરી ચાર ગ્રાહકને ઝડપી પાડી ચાર લલનાને મુક્ત કરાવી હતી. સ્પાની આડમાં કુટણખાનું માથાભારે રામચંદ્ર સ્વાઈની પત્ની ભારતી અન્ય ઉડીયા યુવાન સાથે ચલાવતી હોય પોલીસે તે બંનેની તેમજ દુકાનમાલિકની પણ ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસ કંટ્રોલ રૂમના મેસેજના આધારે વરાછા પોલીસે ગતસાંજે મારુતિચોક પાસે ભરતનગર સોસાયટીના પ્લોટ નં.117 ના પહેલા માળે અનમોલ સ્પામાં રેઈડ કરી ત્યાંથી શરીર સુખ માણવા આવેલા ચાર ગ્રાહક મેહુલ હિંમતભાઇ ચુડાસમા ( ઉ.વ.22, રહે. ઘર નં.202, રઘુવીર સોસાયટી, જલારામ પેટ્રેલપંપની પાસે, ન્યુ કોસાડ રોડ, અમરોલી, સુરત. મુળ રહે.લીખાળા, તા.સાવરકુંડલા, જી.અમરેલી ), અશોક સોનીયા ખુટીયા ( ઉ.વ.20) અને કાના વિક્રમ પરીડા ( ઉ.વ.19 ) ( બંને રહે.રૂમ નં.256, પતરાવાળી રૂમમાં જુની જીઆઇડીસી, કતારગામ, સુરત. મુળ રહે.ગંજામ, ઓરીસ્સા ), પિતાબાસ દધીભાઇ બરડ ( ઉ.વ.27, રહે.મકાન નં.52, રૂમ નં.10, ગલી નં.3, લસકાણા ગામ, સરથાણા, સુરત. મુળ રહે. ગંજામ, ઓરીસ્સા ) ને ચાર લલના સાથે ઝડપી લીધા હતા.
પોલીસે ચારેય લલનાને મુક્ત કરાવી ઉડિયા યુવાન રતીકાંત હરીક્રિષ્ના જૈના ( ઉ.વ.35, રહે.202, ગણેશ એપાર્ટમેન્ટ, માનસરોવર સર્કલ પાસે, અમરોલી, સુરત ) સાથે સ્પાની આડમાં કુટણખાનું ચલાવતી માથાભારે રામચંદ્ર સ્વાઇની પત્ની ભારતી ( ઉ.વ.30, રહે.રામકૃપા સોસાયટી, માતૃશક્તિ રોડ, રચના સર્કલ પાસે, કાપોદ્રા, સુરત ) અને રતીકાંતની પણ ધરપકડ કરી તેમની પાસેથી રોકડા રૂ.17,450, રૂ.52 હજારની કિંમતના 7 મોબાઈલ ફોન, 8 કોન્ડોમ મળી કુલ રૂ.67,450 નો મુદ્દામાલ કબજે કરી દુકાન ભાડે આપનાર મનોજ નાગજીભાઇ માવાણી ( રહે.16, બાલાજી સોસાયટી, મારૂતિચોક, વરાછા, સુરત. મૂળ રહે.બાદલપર, તા.પાલીતાણા, જી.ભાવનગર ) ની પણ ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
[ad_2]
Source link






