[ad_1]

અમદાવાદ, તા. 21 માર્ચ 2022 સોમવાર
સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં રવિવારે બપોરે બીઆરટીએસમાં આસ્ટોડીયાથી નેહરૂનગર રૂટમાં યુવતીના બેગમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ફોનની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. રૂ.68 હજારની મત્તાના બે મોબાઈલ ફોનની ચોરી અંગે પોલીસે ગુનો નોંધી સીસીટીવી કેમેરાના ફૂટેજ આધારે તપાસ શરૂ કરી છે.
બોપલમાં અમીધારા સોસાયટીમાં રહેતી ધ્રુવી નૈનેશ જોશી રવિવારે બપોરે આસ્ટોડીયાથી બીઆરટીએસ બસમાં બેઠી હતી. ધ્રુવી જોશીની કોલેજ બેગમાં રૂ.50 હજારનો આઈફોન અને રૂ.18 હજારનો એન્ડ્રોઇડ ફોન હતા. નેહરૂનગર બીઆરટીએસ બસ પહોંચતા ધ્રુવી જોશીને ખ્યાલ આવ્યો તેની કોલેજ બેગની ચેઇન ખોલી રૂ.68 કિંમતના બન્ને ફોનની કોઈ અજાણી વ્યક્તિએ ચોરી કરી છે. બનાવ અંગે ધ્રુવી જોશીએ પોલીસને જાણ કરતા સેટેલાઈટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
[ad_2]
Source link






