[ad_1]

અમદાવાદ,રવિવાર,20
માર્ચ,2022
અમદાવાદના પશ્ચિમ ઝોનમાં આવેલા પાલડી અને વાસણા વોર્ડમાં
રોડ રીસરફેસ કામગીરીના નામે કોન્ટ્રાકટર નરનારાયણ ઈન્ફ્રાસ્ટ્રકચરને ચાર કરોડ રુપિયાનો
ફાયદો કરાવી આપવા અંગે મંજુરી માંગતી વિવાદાસ્પદ દરખાસ્ત આજે મળનારી રોડ કમિટી
સમક્ષ મંજુરી માટે મુકવામાં આવી છે.દરખાસ્ત મંજુરી માટે મુકનારાએ આ કોન્ટ્રાકટર
બીટયુમીનનો ભાવ તફાવત માંગશે એવુ અનુમાન કરી ૧.૫૪ કરોડ જેટલી રકમ કોન્ટ્રાકટરને
આપવામાં આવેલી મુળ કામગીરીની રકમમાં સમાવી
લીધી છે.દરખાસ્ત કોન્ટ્રાકટરને ફાયદો કરાવવા રજુ કરાઈ હોવાનું ચિત્ર ઉપસી રહ્યુ છે.
પાલડી અને વાસણા વોર્ડમાં આવેલા જુદા-જુદા રસ્તા રીસરફેસ
કરવા કોન્ટ્રાકટર નરનારાયણ ઈન્ફ્રાસ્ટ્રકચરને અંદાજીત ભાવથી ૨૩.૫૦ ટકા વધુ ભાવથી
૧૨.૩૪ કરોડથી પણ વધુ રકમ સાથેના વાર્ષિક રેટ ટેન્ડરથી વર્ક ઓર્ડર આપવામાં આવ્યો
હતો.રોડ કમિટી સમક્ષ મંજુરી માટે મુકવામાં આવેલી દરખાસ્તમાં એવો ઉલ્લેખ કરવામાં
આવ્યો છે કે,હજુ આ
બંને વોર્ડમાં રોડ રીસરફેસની કામગીરી બાકી છે.હાલમાં રોડ રીસરફેસ કરવાના કામના
ટેન્ડર નીલ આવતા હોવાથી આ જ કોન્ટ્રાકટરને ટેન્ડરના ૨૫ ટકા વધ મુજબ ૩,૦૮,૬૯,૦૦૦ની રકમની વધ
સાથે ૧૫,૪૩,૪૬,૯૩૦ના રીવાઈઝ
ટેન્ડર તથા બીટયુમીનના ભાવ તફાવતની રકમ ચુકવવાની જરુરીયાત ઉભી થાય તો ભાવ વધારાની
૧,૫૪,૩૪,૬૯૩ની રકમની
જોગવાઈ સાથે કુલ ૧૬,૯૭,૮૧,૬૨૩ની જોગવાઈ
સાથે દરખાસ્ત મંજુર કરવા મુકવામાં આવી છે.
રોડ કમિટીમાં અંદાજથી વધુ ભાવથી કોઈ કોન્ટ્રાકટરને કામ આપવા
અંગેની બાબત હવે સામાન્ય બની ગઈ હોય એમ દેખાય છે.વિપક્ષના કોર્પોરેટરોની હાજરીમાં સત્તાધારી પક્ષ સાથે
ઘરોબો ધરાવતા કોન્ટ્રાકટરોને કરોડો રુપિયાનો લાભ કરાવાતી દરખાસ્ત વિના વિરોધે
મંજુર કરી દેવામાં આવતી હોય છે.રોડ રીસરફેસની કામગીરીનું ટેન્ડર આપવામાં આવે છે એ
અગાઉ મુકવામાં આવતા અંદાજથી વધુ રકમ કોન્ટ્રાકટરને ચુકવવામાં આવે એથી આગળ વધીને
કોન્ટ્રાકટર બીટયુમીનના ભાવ તફાવતની રકમ માંગશે એવુ અનુમાન પણ અગાઉથી કરી લેવાય
છે.
નરનારાયણ ઈન્ફ્રાસ્ટ્રકચર ઉપર શાસક ભાજપના ચાર હાથ
નરનારાયણ ઈન્ફ્રાસ્ટ્રકચરના નામે રોડની કામગીરી કરતા
કોન્ટ્રાકટર ઉપર ભાજપના ટોચના નેતાઓના ચાર હાથ હોવાનું જાણવા મળે છે.રોડ કમિટીમાં
મંજુરી માટે મુકવામાં આવેલી દરખાસ્ત બાદ આ દરખાસ્ત કોના ઈશારે મંજુરી માટે મુકાઈ
છે એ અંગે અધિકારીઓએ તેઓ અજાણ હોવાનુ જણાવ્યુ છે.અગાઉ વર્ષ-૨૦૨૦-૨૧માં નરનારાયણ
ઈન્ફ્રાસ્ટ્રકચરને પૂર્વ ઝોનના વિસ્તારોમાં ૫૮ અને દક્ષિણ ઝોનના વિસ્તાર માટે
રોડના દસ કામ આપવામાં આવ્યા હતા.
[ad_2]
Source link






