[ad_1]

19 માર્ચ, શનિવાર
અમદાવાદ: ગુજરાત
હાઇકોર્ટમાં ચાલતી દિસ્પેન્સરીના નર્સ સાથે ઓનલાઈન ફ્રોડ થયાની ફરિયાદ ચાંદખેડા
પોલીસ સ્ટેશનમાંં ગુરુવારે નોંધાઈ છે. જે મુજબ 10 દિવસ અગાઉ ફરિયાદીના મોબાઈલ
ફોનના ખાતામાંથી પૈસા ડેબિટ થયાના 2 મેસેજ આવતા બેંકમાં ફોન કરી
ટ્રાન્ઝેક્શન સ્ટોપ કરાવ્યું હતું. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
ચાંદખેડાના માનસરોવર રોડ પર પવિત્ર એન્કલેવમાં રહેતાં રોહિત શર્મા સોલા
સિવિલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવે છે. જોકે છેલ્લા કેટલાક સમયથી તેઓને
ડેપ્યુટશન પર ગુજરાત હાઇકોર્ટમાં ચાલતી ડીસ્પેન્સરીમાં મુકવામાં આવ્યા છે.
ગત તા.7-3-2022ના રોજ રોહિતભાઈના ફોન પર સાંજે એક્સીસ બેન્કના તેઓના ખાતામાંથી પૈસા ડેબિટ
થયાના બે મેસેજ આવ્યા જેમાં રૂ.49,784 અને રૂ 4,978 મળીને કુલ રૂ.54,762ની રકમ ડેબિટ થઈ હતી. આથી
ફરિયાદીએ તત્કાળ બેંકમાં ફોન કરી એટીએમ કાર્ડ અને ખાતામાંથી ટ્રાન્ઝેક્શન સ્ટોપ
કરાવ્યું હતું. ફરિયાદમાં જણાવ્યા મુજબ એટીએમનો પિન નંબર પણ ફરિયાદી સિવાય કોઈ
જાણતું ન હોવા છતાં આ ઘટના બની હતી.
[ad_2]
Source link






