[ad_1]

( પ્રતિનિધિ દ્વારા ) સુરત,17 માર્ચ 2022, ગુરુવાર
વરાછા પોલીસે મારુતીચોક પાસે જાહેરમાં આઈફોન 7 પર ઓનલાઇન જુગાર રમતા સરથાણા યુવાનને ઝડપી તેને આઈડી આપનાર મોટા વરાછાના યુવાનને ત્યાં બોલાવી પકડી લીધો હતો.
મોબાઈલ ફોનમાં મોબાઈલ ફોનમાં વેબસાઈટ પર આઈડી બનાવી ક્રિકેટ મેચ અને અન્ય ગેમ્સ પર ઓનલાઇન સટ્ટો રમતા-રમાડતા બે યુવાનને વરાછા પોલીસે ઝડપી પાડી બંને પાસેથી આઈફોન 7 કબજે કર્યા હતા.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ વરાછા પોલીસે મળેલી બાતમીના આધારે ગતસાંજે વરાછા મારુતીચોક પાસે જાહેરમાં પોતાના આઈફોન 7 માં વેબસાઈટ પર આઈડી બનાવી ક્રિકેટ મેચ અને અન્ય ગેમ્સ પર સટ્ટો રમતા મહેશ ઉર્ફે મયલો ચંદુભાઈ ખુંટ ( ઉ.વ.31, રહે.ઘર નં.45, સરસ્વતી સોસાયટી, સરથાણા, સુરત. મૂળ રહે.ઉટવા, તા.બાબરા, જી.અમરેલી ) ને ઝડપી લીધો હતો. કન્સલ્ટન્સીનું કામ કરતા મહેશ ઉર્ફે મયલોની પુછપરછ કરતા તેને ઓનલાઈન સટ્ટો રમવા માટે આઈડી મનીશ પટેલે આપી હોવાની કબૂલાત કરી હતી.
આથી પોલીસે મહેશ ઉર્ફે મયલો પાસે ફોન કરાવી તેને બોલાવી વેપારી મનીશ માધુભાઈ પટેલ ( ઉ.વ.33, રહે.48, વૃંદાવન સોસાયટી, મોટા વરાછા, સુરત. મૂળ રહે.સીમરન, તા.સાવરકુંડલા, જી.અમરેલી ) ની પણ ધરપકડ કરી તેની પાસેથી પણ આઈફોન 7 કબજે કર્યો હતો. મનીશ ઓનલાઇન સટ્ટો રમવા માટે પોતાની પાસેની માસ્ટર આઈડીમાંથી ગ્રાહકોને આઈડી આપી કમિશન મેળવતો હતો. વરાછા પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
[ad_2]
Source link






