AC, વોશિંગ મશીન રીપેર કરતા કારીગરોમાં હદનો વિવાદ: ચાંદખેડા ગયેલા વાસણાના યુવક પર હુમલો

On: March 17, 2022 6:12 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

તા.17 માર્ચ, ગુરુવાર

અમદાવાદ: એસી અને વોશિંગ મશીન રીપેર કરતા યુવકોના પણ હદ મામલે મારામારી થતી હોવાનો
ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે.
5 દિવસ અગાઉ ચાંદખેડા ગયેલા વાસણાના યુવક પર
હદમાં કામ કરવા આવવા બદલ હુમલો કરવામાં આવ્યો હતો. ચાંદખેડા પોલીસે હુમલાખોર યુવકો
સામે બુધવારે સાંજે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વાસણામાં નારાયણનગર ખાતે હરિકલીન ફ્લેટમાં રહેતા જગદીશ ચંપાલાલ વૈષ્ણવે
ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં હરીશ યાદવ
, રાકેશ સહિત 4 યુવકો વિરુદ્ધ ફરિયાદ
કરી છે. જે મુજબ જગદીશ એસી અને વોશિંગ મશીન રિપેર કરવાનું કામ કરે છે. એક માસ
પહેલા જ જગદીશને રાકેશ અને હરીશ સાથે ઝઘડો થયો હતો. આ બન્નેએ અમારા એરિયામાં કામ
નહીં કરવાનું તેમ કહી તકરાર કરી હતી. આથી
, જગદીશે પણ કામ જતુ કર્યું હતું.

ગત તા 12મી માર્ચના રોજ જગદીશ ઇલેકટ્રીક સામાન લેવા વિસત ખાતે ઓમ નામની દુકાને ગયો
હતો. ત્યાં તેના મિત્રો છગન અને પ્રકાશ હાજર હતા.

દરમિયાન સામેવાળા હરીશ અને રાકેશે ફોન કરી જગદીશને ફોર ડી મોલ ખાતે મળવા માટે
ફોન કર્યો હતો. જગદીશ અને છગન ત્યાં પહોંચ્યા તો સામેવાળા શખ્સોએ અમારા એરિયામાં
કામ નહીં કરવાનું તેમ કહી ઝઘડો કર્યો હતો. જગદીશે ના પાડતા આરોપીએ લાકડીથી હુમલો
કરી ઇજાઓ કરી તેમજ છગનને પણ માર માર્યો હતો. બનાવને પગલે સારવાર લીધા બાદ આરોપીઓ
સામે ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!