Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ડ્રોન ટેકનોલોજીની મદદથી કચ્છમાં મીઠાના અગરોમાંથી 48 લાખની વીજચોરી પકડાઈ

On: March 17, 2022 3:15 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભુજ,બુધવર

ડ્રોન ટેકનોલોજીની મદદાથી સૌ પ્રાથમ વખત ૪૮ લાખની વીજ ચોરી પકડી પાડવામાં આવી છે. ચેકિંગમાં મીઠાના ૧૧ એકમોમાં ગેરરિતી પકડી પાડવામાં આવી હતી. ઉનાળામાં આકરા તાપ સાથે કચ્છમાં પણ જુદા જુદા વિસ્તારોમાં વાધતી જતી વીજચોરી પકડવા માટે પી.જી.વી.સી.એલ. દ્વારા સૌ પ્રાથમ વખત અત્યાધુનિક ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેના પગલે આદીપુર વિસ્તારમાં આવેલા મીઠાના અગરના એકમોમાંથી રૃા ૪૮ લાખની પાવરચોરી ઝડપી પડાઈ હતી.

ગાંધીધામ સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં ડીસેમ્બર ૨૦૨૧ દરમિયાન મીઠાના અગરનાં એકમો માટે ગ્રાહક દીઠ ટ્રાન્સફોર્મર ઉપર એલટી બાજુએ પીવીસી પાઈપ લગાડીને રેતી ભરીને એમસીલ લગાડી ગ્રાહકોની હાજરીમાં પીલ્ફર પ્રુફ કરવામાં આવ્યા હતાં તેમજ પીવીસી પાઈપમાં કોઈપણ પ્રકારનાં ચેડા નહી કરવા જણાવાયુ હતું. આ એકમોમાં વીજચોરી થાય છે કે કેમ? તે ચકાસવા માટે આ વિસ્તારમાં ડ્રોન ટેકનોલોજીની મદદાથી એરીઅલ સર્વે કરવામાં આવતા આઠ વીજ જોડાણોમાં ટ્રાન્સફોર્મર ઉપર લગાડવામાં આવેલા પીવીસી પાઈપ તોડીને વીજચોરી કરવામાં આવી હોવાનું બહાર આવતા રૃા. ૩૩ લાખના વીજ બીલ ફટકારવામાં આવ્યા હતાં એજ રીતે આદીપુર નજીક આવેલા સંઘડ ગામ નજીક મીઠાના અગરમાં ત્રણ વીજ જોડાણમાં પણ પીલ્ફર પ્રુફ સ્ટડને ડેમેજ કરીને પાવર ચોરી કરવામાં આવી હોવાનું ખુલતા રૃા ૧૫ લાખના વીજ ચોરીનાં બિલો અપાયા હતાં. કુલ ૧૧ એકમોમાં રૃા ૪૮ લાખની પાવર ચોરી મળી આવી હતી. 

સમયાંતરે પીજીવીસીએલ દ્વારા ચેકિંગ હાથ ધરીને ખાનગી એકમો, મીઠાના કારખાનાઓ તેમજ પેઢીઓમાંથી લાખો રૃપિયાની વીજ ચોરી પકડી પાડવામાં આવતી હોય છે અને ત્યારબાદ લાખો રૃપિયાનો  દંડ પણ ફટકારવામાં આવતો હોય છે આમ છતા વીજ ચોરી અટકવાનું નામ પણ લેતી નાથી ત્યારે આ રીતે વીજ ચોરી કરતા જવાબદારો સામે કડક પગલા લેવાય ેતે જરૃરી બન્યુ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!