[ad_1]

વડોદરા તા. 15 માર્ચ 2022
પાદરા વડોદરા હાઇવે પર આવેલા સિદ્ધિવિનાયક ઈલેક્ટ્રીક બાઈકના શો રૂમમાં અચાનક ભીષણ આગ લાગતા અફડાતફડી મચી ગઇ હતી. બાઈકની બેટરીમાં બ્લાસ્ટ થતા લાગેલી આગમાં બાઈક બળીને ખાક થઈ ગઈ હતી. બાઇકમાં આગ લાગતા શોરૂમના વિવિધ વિભાગોને પણ આગે ઝપેટમાં લીધા હતા. સીસીટીવી કેમેરા સહિત અનેક વસ્તુઓ આગમાં બળી ગઈ હતી. બે બાઇક સહિત અનેક ઈલેક્ટ્રીક બાઈકોને આગના કારણે મોટુ નુકશાન થયું હતું. કેટલીક ઈલેક્ટ્રીક બાઈકને મહામુસીબતે શો રૂમમાંથી બહાર કાઢવામાં આવી હતી.
[ad_2]
Source link






