[ad_1]

– સિંધાવદર સ્ટેશન પર ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કામને કારણે 11 માર્ચ સુધી રેલ યાતાયાતને અસર થશે
રાજકોટ, તા. 05 માર્ચ, 2022, શનિવાર
રાજકોટ ડિવિઝનના સિંધાવદર સ્ટેશન પર ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કામને કારણે 6 માર્ચ, 2022 થી 11 માર્ચ, 2022 સુધી રેલ યાતાયાતને અસર થશે. શ્રી અભિનવ જેફ, સિનિયર ડીસીએમ, રાજકોટ ડિવિઝનના જણાવ્યા અનુસાર, જે ટ્રેનોને અસર થશે તેની વિગતો નીચે મુજબ છે:-
રદ કરાયેલી ટ્રેનો:
– ટ્રેન નંબર 22959 વડોદરા – જામનગર ઈન્ટરસિટી એક્સપ્રેસ 07.03.2022 થી 10.03.2022 સુધી રદ.
– ટ્રેન નંબર 22960 જામનગર – વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ 08.03.2022 થી 11.03.2022 સુધી રદ.
આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:
– ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ 06.03.2022 થી 09.03.2022 સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
– ટ્રેન નંબર 19210 ઓખા – ભાવનગર એક્સપ્રેસ સુરેન્દ્રનગરથી ભાવનગર માટે 07.03.2022 થી 10.03.2022 સુધી ચલાવવામાં આવશે. આમ, આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
– ટ્રેન નંબર 19119 અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી 07.03.2022 થી 10.03.2022 સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-સોમનાથ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
– ટ્રેન નંબર 19120 સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદથી સુરેન્દ્રનગર 07.03.2022 થી 10.03.2022 સુધી ચાલશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-સોમનાથ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
– ટ્રેન નંબર 22923 બાંદ્રા – જામનગર હમસફર એક્સપ્રેસ 07.03.2022 ના રોજ બાંદ્રાથી અમદાવાદ સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન અમદાવાદ-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
– ટ્રેન નંબર 22924 જામનગર – બાંદ્રા હમસફર એક્સપ્રેસ 08.03.2022 ના રોજ અમદાવાદથી બાંદ્રા સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન જામનગર-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
રીશેડ્યુલ કરેલ ટ્રેન:
– ટ્રેન નંબર 22969 ઓખા – વારાણસી સુપરફાસ્ટ એક્સપ્રેસને 10.03.2022 ના રોજ રિશેડ્યૂલ કરવામાં આવી છે. આ ટ્રેન ઓખાથી તેના નિર્ધારિત સમય 14.05 કલાકે ને બદલે 2 કલાક મોડી એટલે કે 16.05 કલાકે ઉપડશે.
માર્ગમાં રેગ્યુલેટેડ ટ્રેનો:
– 08.03.2022 (મંગળવારે) ટ્રેન નંબર 22938 રીવા – રાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ માર્ગ માં 50 મિનિટ અને ટ્રેન નંબર 19567 તુતીકોરીન – ઓખા વિવેક એક્સપ્રેસ માર્ગ માં 1 કલાક રેગ્યુલેટ (મોડી) દોડશે.
[ad_2]
Source link






