સૌરાષ્ટ્ર-કચ્છમાંથી છેલ્લા ૬ મહિનામાં રૃ.૧૪૫ કરોડની વીજચોરી પકડાઈ

On: March 4, 2022 1:28 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભુજ,ગુરૃવાર

પીજીવીસીએલ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં મોટા પાયે વીજ જોડાણોના ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પીજીવીસીએલની વિજીલન્સ સ્કવોડના અિધકારીઓ અને કર્મચારીઓએ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાંથી છેલ્લા છ  મહિનામાં અંદાજે રૃ.૧૪૫ કરોડની વીજ ચોરી પકડી હતી. આ ચેકિંગ દરમિયાન ઈન હાઉસ મીટર રીંડીંગ શરૃ કરવામાં આવતા અનેક ગ્રાહકોના મીટર રીડીંગ બાકી હોવાનું ધ્યાનમાં આવ્યુ હતુ. અમુક ગ્રાહકો દ્વારા મીટર રીડીંગ પેન્ડીંગ હોય તે છુપાવવા માટે મીટરના ડિસ્પલે તેમજ મીટર બાળી નાખવા સુાધીના કૃત્યો ધ્યાને આવ્યા હતા. પીજીવીસીએલ દ્વારા ચીમકી આપવામાં આવી હતી કે, મીટર સાથે ચેડા કરનાર ગ્રાહકો પર કંપનીના નિયમોનુસાર આકરા પગલા ભરવામાં આવશે.

પીજીવીસીએલ સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં મોટા પાયે વીજ જોડાણોના ચેકિંગની કામગીરી હાથ ધરાતા વીજ ચોરોમાં ફફડાટ મચી ગયો હતો. પીજીવીસીએલ હેઠળના સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં ઘણા વ્યાપક પ્રમાણમાં જીયુવીએનએલ, પીજીવીસીએલ, વિજીલન્સ સ્કવોડ અને સબ ડીવીઝનના અિધકારીઓ, કર્મચારીઓ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરતા અંદાજીત રૃ.૧૪૫ કરોડના વીજ બીલો જુદી જુદી કેટેગરીમાં એપ્રિલ માસાથી અત્યાર સુાધીમાં અપાતા વિજીલન્સ અિધકારીઓ અને કર્મચારીઓમાં પણ ઉત્સાહ વાધતા વધુ વેગાથી વીજ ચેકિંગની કામગીરી કરવા પ્રેરાયા છે.

પીજીવીસીએલ હેઠળ ઈન હાઉસ મીટર રીડીંગ શરૃ થતા મીટરમાં રીડીંગ પેન્ડીંગ હોવાનું ઘણા કિસ્સામાં માલુમ પડેલ છે. મીટરમાં રીડીંગ પેન્ડીંગ હોવાના કારણે મીટર સાથે ચેડા કરી મીટર ડિસ્પલે બાળી નાખવાના તેમજ આખુ મીટર બાળી નાખવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ગ્રાહકોને ભરમાવીને ચોક્કસ ટોળકી વ્યકિતઓ  દ્વારા આવા પ્રકારની કામગીરી થતી હોવાની  માહિતી પીજીવીસીએલને મળેલ. 

વીજચોરીના ડેટાનું એનાલીસીસ કરતા ટ્રાન્સફોર્મર પરાથી સીધુ જ કેબલ નાખી મીટર બાયપાસ કરી લોડ સાથે કેબલ જોડી દેવો, મીટર સાથે ચેડા કરી મીટર ફરતુ બંધ કરી દેવુ આૃથવા ધીમુ ફરે તેવી વ્યવસૃથા કાયમી રીતે કરવી. ખાનગી કંપનીના મીટર રીડરો સાથે સંબંધ રાખી મીટરમાં રીડીંગ પેન્ડીંગ રાખી બીલો બનાવવા અને પેન્ડીંગ રીડીંગ વાધી જાય ત્યારે મીટરનો ડિસ્પલે બાળી નાખવો આૃથવા જ મીટર જ બાળી નાખવુ આવી વિવિાધ પ્રકારની ગેરરિતીઓ સામે આવી હતી.

પીજીવીસીએલ દ્વારા ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે કે, કોઈ પણ કારણોસર વીજ મીટરમાં પેન્ડીંગ યુનિટ હોય આૃથવા કોઈ પણ પ્રકારની તકલીફ કે ફરિયાદ હોય તો રૃબરૃ સબ ડીવીઝન ઓફિસમાં યોગ્ય ઉકેલ માટે સંપર્ક કરવો જરૃરી છે. 

ગેરરીતિ આચરનાર સામે ઈલેક્ટ્રિસિટી એક્ટ મુજબ કાર્યવાહી કરાશે

જે વીજ ગ્રાહકો દ્વારા પેન્ડીંગ યુનિટો છુપાવવા માટે મીટરનો ડિસ્પલે આૃથવા મીટર બાળી નાખવામાં આવશે આૃથવા અન્ય કોઈ ગેરરિતી આચરવામાં આવશે તો તેમના પર ઈલેકટ્રીસીટી એકટ મુજબ કાર્યવાહી કાર્યવાહી કરી આકરા પગલાઓ લેવામાં આવશે. જના દંડની રકમ પેન્ડીંગ યુનિટ કરતા અનેકગણી વધુ હોઈ શકે છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!