[ad_1]
ભુજ,ગુરૃવાર
કચ્છના નાના રણમાં કાનમેર, ગાગોદર હદ વિસ્તારમાં મીઠાના ગેરકાયદે દબાણકારોએ માઝા મુકી છે. દરરોજ નવા નવા મીઠાના ઉદ્યોગકારો લાખો રૃપિયા આપીને માથાભારે માણસોની ગેંગ બનાવીને હિાથયારો સાથે ટોળકી બનાવીને કાનમેર, ગાગોદર, ભીમદેવકા, માણાબા, પલાંસવા કાંઠાના ગામડા પાસે મોટા પ્રમાણમાં રણમાં ગેરકાયદેસર દબાણો પુર જોશમાં ચાલે છે.
૨૦૦થી વધુ ટ્રેકટરો, હિટાચી તેમજ ડમ્પરો ચાલુ છે. જો તાત્કાલીક બંધ કરવામાં નહિં આવે તો રણમાં ભુમાફિયાઓ કાયમી ધોરણે કબ્જો જમાવી લેશે. એક તરફ વડાપ્રાધાનનું સપનું મીઠા પાણીનું સરોવર બનાવવાનું છે ત્યારે બીજીતરફ ભુમાફિયાઓ દ્વારા ૫૦ હજાર એકરમાં દબાણ કરવામાં આવ્યુ છે. ઘુડખરનું રહેવાનું સૃથળ આ રણ છે. જે આજે ખતમ થવાના આરે છે. પરિણામે ઘુડખરો ગામમાં ઘુસી આવે છે. ખેતરમાં ઉભા પાકને નુકશાન કરે છે.
રણમાં અભ્યારણ્ય વિસ્તારમાં ગેરકાયદેસર ધમાધમતા મીઠાના અગર મામલે ભુમાફિયાઓ સામે આક્રોશ વ્યકત કરી આજે દલિત વિકાસ ટ્રસ્ટ દ્વારા રણમાં ધરણા કરવામાં આવ્યા હતા.
જો આ બાબતે વહીવટી તંત્ર કોઈ પગલા નહિં ભરે તો દલિત મંચ તેમજ ગ્રામજોને જોડાઈને કલેક્ટર કચેરીમાં ભુખ હડતાલ ઉપર બેસશે. રસ્તા રોકો આંદોલન કરાશે તેવી પણ ચિમકી આપી છે.
[ad_2]
Source link






