[ad_1]

– એસલેસ કાર્ડ ઉપલબ્ધ ન થતા એજન્ટોમાં આક્રોશ
વડોદરા, 03, માર્ચ, 2022
વડોદરામાં મહિલા પ્રધાન ક્ષેત્રીય બચત યોજના એજન્સીના એજન્ટને નવીન ખાતા ખોલાવવા માટે એસલેસ કાર્ડની જરૂર રહે છે. પરંતુ છેલ્લા ઘણા મહિનાથી આ કાર્ડ આપવામાં નથી આવ્યા. વડોદરાના એજન્ટો દ્વારા આ અંગે અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી તેમને કાર્ડ મળ્યા નથી. પરિણામે જિલ્લા કલેકટર કચેરી ખાતે એજન્ટોએ નારાજગી દર્શાવી હતી.
કેન્દ્ર સરકારમાં ફરજ બજાવતા પોસ્ટ વિભાગના એજન્ટો વિવિધ ખાતા ખોલવાની ફરજ બજાવે છે. તેમાં પણ આ પોસ્ટ વિભાગના એજન્ટોને છેલ્લા ચાર મહિનાથી રિકરિંગ ડિપોઝિટ ખાતા ખોલાવવા માટે જરૂરી એવા એસલેસ કાર્ડ નહીં મળતા પોસ્ટ વિભાગના એજન્ટોની હાલત કફોડી બની હતી. જે સંદર્ભે પોસ્ટ વિભગના એજન્ટોએ ઉચ્ચ સ્તરે રજૂઆત કરી હતી. ત્યાર બાદ પોસ્ટ વિભાગે એસલેસ કાર્ડની વહેંચણી શરૂ કરી હતી. પરંતુ જિલ્લા કલેકટર કચેરી ખાતે એજન્ટ દીઠ માત્ર દશ જ કાર્ડની વહેચણી થતાં પોસ્ટ વિભાગના એજન્ટોમાં રોષની લાગણી વ્યાપી હતી. એસલેસ કાર્ડની વહેચણી શરૂ થતા જિલ્લા કલેકટર કચેરી ખાતે પોસ્ટ વિભાગના એજન્ટોની લાંબી કતારો પડી હતી. જોકે એક બાજુ કોરોનાની મહામારીને કારણે ખાતા ખોલાવવાની અટકી પડેલી કામગીરી અને બીજી બાજુ પોસ્ટ વિભાગ દ્વારા એજન્ટ દીઠ માત્ર દશ જ કાર્ડની વહેંચણી પડતા પર પાટુ સમાન પરિસ્થિતિ સર્જાઈ હોવાની લાગણી એજન્ટોએ વ્યક્ત કરી હતી.જો આ કાર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવે તો એજન્ટોને કમિશન પેટે રકમ મળી શકે જે હાલ બંધ છે. કાર્ડ નહીં મળતા વડોદારના ઘણા એજન્ટને હાલાકી ભોગવવી પડી રહી છે. આ સમસ્યા માત્ર વડોદરા પુરતી નહીં પણ રાજ્યના અન્ય શહેરમાં પણ પડી રહી છે.
[ad_2]
Source link






