કચ્છમાં ધો.૧ર સાયન્સના ૪૭૪ છાત્રોની પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ

On: March 3, 2022 12:33 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભુજ,બુધવાર

કચ્છ જિલ્લામાં બુાધવારાથી ધો.૧ર વિજ્ઞાન પ્રવાહના ૪૭૪ છાત્રોની પ્રેક્ટિકલ પરીક્ષાનું ૧૨ કેન્દ્રો ઉપર પ્રારંભ થયો છે. તમામ પરીક્ષા કેન્દ્રોને સી.સી.ટીવી કેમેરાથી સજ્જ કરવાની સાથે વિષયના બાહ્ય મૂલ્યાંકનકાર નિયુક્ત કરવામાં આવ્યા છે. તા.૧ર માર્ચે પ્રેક્ટીકલ પરીક્ષા પૂરી થશે. 

માર્ચ મહિનો શરૃ  થતાં પરીક્ષાની મોસમ ખીલી ઉઠી છે. માર્ચના પ્રાથમ સપ્તાહમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થતો હોય છે પરંતુ કોરોનાના કારણે આ વર્ષે માર્ચના અંતિમ સપ્તાહમાં તા.ર૮ માર્ચાથી ધો.૧૦-૧ર બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થવાનો છે તે પૂર્વે ધો.૧ર વિજ્ઞાન પ્રવાહના છાત્રોની બાયોલોજી, કેમેસ્ટ્રી અને ફિઝીક્સ વિષયની પ્રેક્ટીકલ પરીક્ષાનો તા.ર માર્ચાથી કચ્છજિલ્લાના કુલ- ૬ કેન્દ્રો ઉપર પ્રારંભ થયો છે. તાપમાનનો પારો ઉંચકાયો અને બોર્ડ પ્રેક્ટીકલ પરીક્ષા શરુ થતાં અનેક છાત્રો પ્રારંભે તણાવ અનુભવતા જોવા મળ્યા છે. કચ્છ ડી.ઈ.ઓ. કચેરી દ્વારા પ્રેક્ટીકલ પરીક્ષામાં પારદર્શિતા જણાય તે માટે દરેક પ્રેક્ટીકલ પરીક્ષા કેન્દ્રો ઉપર બાહ્ય મૂલ્યાંકનકારોની નિયુક્તિ કરી હતી તેઓ દિવસ દરમિયાન પરીક્ષા સૃથળો ઉપર હાજર રહ્યા હતા. ભુજ મધ્યે ઈન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ, ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ, એસવીપી ગુજરાત વિદ્યાલય ગાંધીધામ, પીએન અમરસી હાઈસ્કૂલ ગાંધીધામ, શેઠ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલય માંડવી અને સ્વામિ વિવેકાનંદ વિદ્યાલય અંજાર આમ ૬ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજવામાં આવી હતી. કુલ ૪૭૪ પરીક્ષાર્થીઓ પૈકી પાંચ ગેરહાજર રહ્યા હતા જયારે ૪૬૯ હાજર રહ્યા હતા તેમ ડીઈઓ ડો. ભગવાનદાસ પ્રજાપતિએ જણાવ્યુ હતુ.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!