Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વડોદરા: દૂધ ભાવ વધારાના વિરોધમાં યુથ કોંગ્રેસના દેખાવો

On: March 2, 2022 10:48 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 02

કોરોનાની અસરમાં વેપાર-ધંધાની મંદી તેમજ પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો સહન કરી રહેલી પ્રજાને હવે દૂધનો ભાવવધારો સહન કરવો પડશે. બરોડા ડેરી ખાતે બુધવારે મળનારી ભાવ વધારા અંગેની બેઠકમાં નિર્ણય લેવાશે. શહેર યુવા કોંગ્રેસ દ્વારા આજે બરોડા ડેરી ખાતે દેખાવો સૂત્રોચ્ચાર કર્યા હતા અને દૂધનો ભાવ વધારો ન કરવા માટેની માગણી સાથે બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન ને આવેદનપત્ર આપી ધારદાર રજૂઆત કરી હતી.

અમૂલ ડેરીએ ભલે દૂધના ભાવમાં રૂા.2નો વધારો ઝીંકી દીધો છે, પરંતું બરોડા ડેરી દ્વારા હજુ ભાવવધારાનો નિર્ણય કર્યો નથી. બુધવાર બાદ બરોડા ડેરી દૂધના ભાવમાં વધારો કરશે તેવી સંભાવના છે. બીજી તરફ ગુજરાત મિલ્ક ફેડરેશનના સભ્ય સંઘો દ્વારા પણ ખેડૂતોને ચૂકવવામાં આવતી કિંમતમાં પ્રતિ કિલો ફેટ રૂ. 35થી રૂ. 40નો વધારો કરવામાં આવ્યો છે. જે પાછલા વર્ષ કરતા 5 ટકા વધુ હોવાનું જણાવ્યું છે. આમ જુલાઈ 2021 થી 1 માર્ચ 2022 સુધીમાં અમુલે પ્રતિ લિટરે રૂ. 4નો વધારો કર્યો છે. વડોદરા યુવા કોંગ્રેસ પ્રમુખ કુલદીપ સિંહ વાઘેલા અને મહામંત્રી કરણ બારોટએ જણાવ્યું હતું કે, ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને બે રૂપિયાનો વધારો કર્યો હોવાથી બરોડા ડેરીના સંચાલકોએ દૂધના ભાવમાં વધારો કરવો જોઈએ નહીં. અગાઉ પણ ભાવ વધારો થતાં હાલ ગ્રાહકો પ્રતિ લિટર રૂ 60 ચૂકવી રહ્યા છે. ડેરી સંચાલકો દૂધ ઉત્પાદકોનું હિત જાળવવા અસક્ષમ છે. તેમજ સત્તા પક્ષના ધારાસભ્યો પણ ડેરીના વહીવટ સામે મોરચો માંડી ચૂક્યા છે.અચ્છે દિન ની વાતો કરનાર ભાજપ સરકારમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓ સહિત વિવિધ ચીજવસ્તુઓમાં અવારનવાર થઈ રહેલા ભાવ વધારાના પગલે લોકોને જીવવું મુશ્કેલ થઈ ગયું છે જેમાં જેવી ચીજ વસ્તુઓમાં પણ સમયાંતરે થઇ રહેલા ભાવવધારાની ના પગલે ગરીબથી લઈને મધ્યમ વર્ગના લોકો માટે મુશ્કેલ બન્યું છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!