નવી સરકારના પ્રથમ બજેટ સત્રનો આજથી પ્રારંભ, કાલે અંદાજપત્ર

On: March 1, 2022 11:30 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


અનોખો સંજોગ : મુખ્યમંત્રી, નાણામંત્રી, વિપક્ષના નેતાનું ય પ્રથમ બજેટ

પેપરલીક,જમીન કૌભાંડ, તોડકાંડ સહિતના મુદ્દા  ગૃહમાં ગૂંજશે,વિપક્ષના આક્રમણને ખાળવા આજે ભાજપની બેઠક

રાજ્યપાલના સંબોધનથી બજેટ સત્રનો પ્રારંભ થશે વિધાનસભા સંકુલ પોલીસ છાવણીમાં તબદીલ થયું

અમદાવાદ : આવતીકાલ તા.2જી માર્ચથી 14મી ગુજરાત વિધાનસભા  સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. ભૂપેન્દ્ર પટેલ સરકાર માટે આ  પ્રથમ બજેટ સત્ર છે. એટલું જ નહીં, વિધાનસભાની ચૂંટણી પૂર્વેનુ આ છેલ્લુ બજેટ સત્ર હશે.

આ જોતાં ભાજપ અને કોંગ્રેસ વિધાનસભાના ફલોર પર જોરદાર રાજકીય પ્રદર્શન કરવા તત્પર છે. અનોખો સંજોગ એછેકે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ ઉપરાંત વિધાનસભા વિપક્ષના નેતા સુખરામ રાઠવા માટે પણ આ પ્રથમ બજેટ સત્ર છે.  

ગુજરાત વિધાનસભાનુ સત્ર તા.2જી માર્ચથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. રાજ્યપાલના સંબોધનથી સત્રની શરૂઆત થશે. તા.31મી  માર્ચે સમાપ્ત થશે. સત્ર દરમિયાન કુલ 26 બેઠકો મળશે.  સત્રના પ્રથમ દિવસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ સુધારા વિધેયક ઉપરાંત ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી વિધેયક રજૂ થનાર છે. સત્ર દરમિયાન કુલ મળીને 26 બેઠકો યોજાશે.

ગુરૂવારે નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ ગૃહમાં બજેટ રજૂ કરશે.વિધાનસભાની ચૂંટણીને જોતાં ભૂપેન્દ્ર પટેલની સરકાર શિક્ષિત બેરોજગાર યુવાનોથી માંડીને ખેડૂતો, વેપારી વર્ગ ઉપરાંત મહિલાઓને રાજી રાખવાના પ્રયાસો કરશે. આ ઉપરાંત કરવિહોણુ અને નવી યોજનાઓ સાથે પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવે તેવી સંભાવના છે.

આ વિધાનસભા સત્રમાં પેપરલીંક , પોલીસ અિધકારીઓનો તોડકાંડ ઉપરાંત જમીન કૌભાંડ, કાયદા વ્યવસૃથાની કથળેલી સહિતના મુદ્દાઓને લઇને કોગ્રેસ આક્રમક રૂખ અપનાવે તેમ છે. આ ઉપરાંત ભાજપની સરકારના કેટલાંક કૌભાંડો પણ ઉજાગર તેવી શક્યતા છે. આ તરફ, વિપક્ષના આક્રમણને ખાળવા શું કરવું જોઇએ તેની રણનીતિના ભાગરૂપે આવતીકાલે બપોરે ભાજપના ધારાસભ્યોની ય બેઠક મળવા જઇ રહી છે તેવુ જાણવા મળ્યુ છે.

વિધાનસભાની ચૂંટણી પૂર્વેનુ છેલ્લુ બજેટ સત્ર હોઇ ભાજપ પણ ગૃહમાં જોરદાર પ્રદર્શન કરવાના મૂડમાં છે.   બજેટ સત્રને પગલે ગુજરાત વિધાનસભા સંકુલ જાણે પોલીસ છાવણીમાં તબદીલ થયુ છે. તમામ મુખ્ય દ્વારો પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ વખતે પણ મુલાકાતીઓ માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!