[ad_1]
ભુજ,સોમવાર
બીજી સત્રાંત પરીક્ષા દરમિયાન કેટલાક વિષયના પ્રશ્નપત્રો લીક થયાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાઇરલ થયા પછી શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે જેાથી કચ્છ સહિત રાજ્યની તમામ શાળાઓને ધો.૯ થી ૧ર ની પ્રાથમ, દ્વિતિય પરીક્ષા તાથા એકમ કસોટી અને ધો.૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રો શાળાઓમાં તૈયાર કરવાનો પરીપત્ર કર્યો છે. જો કે, જિલ્લામાં ધો.૯થી ૧૨માં પ્રશ્રપત્રો શાળામાં જ તૈયાર કરવાના પરિપત્રાથી કચવાટ ફેલાયો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં પરીપત્ર કરી ધો.૯ થી ૧રની પરીક્ષાના પ્રશ્નપત્રો બોર્ડના નામે કે ફેક પ્રશ્નપત્રો અન્ય ખાનગી પ્રકાશનો દ્વારા પ્રકાશિત પ્રશ્નપત્રોના સોલ્યુશન નિયત તારીખ પહેલાં સોશિયલ મિડીયા અને યુ-ટયુબ ઉપર વાઇરલ થયાની ઘટનાઓ સામે આવી હતી જેાથી બોર્ડ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાિધકારીઓને તાકીદનો પરીપત્ર કરી પ્રશ્નપત્રો શાળાકક્ષાએ, ક્યુડીસી કક્ષાએ/એસ.વી.સી. કક્ષાએાથી તૈયાર કરવામાં આવે અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ વિનિયમો-૧૯૭૪ના વિનિયમ ક્રમાંક-ર૦(૩)(૧) અને ર૦(૩)(ર) અનુસાર સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં યોગ્ય શૈક્ષણિક લાયકાતવાળા શિક્ષકોની ભરતી અંગે પ્રાવાધાન છે જેાથી શાળાઓમાં શૈક્ષણિક લાયકાત અને વર્ગખંડ શિક્ષણના અનુભવી શિક્ષકો સ્વયં પ્રશ્નપત્રોનું નિર્માણ કરે તેવો મત પ્રગટ કરી ખાસ કરીને પ્રશ્નપત્રો લીક થવાની ઘટનાઓ અને પ્રશ્નપત્રોની ગોપનીયતા જાળવવા માટે નિર્ણય કર્યો છે તે જોતાં કચ્છ જિલ્લાની સરકારી ૧૨૫, ગ્રાન્ટેડ ૯૫ અને અને સ્વનિર્ભર ૧૦૦ મળી કુલ ૩૧૦ જેટલી શાળાઓને શાળા કક્ષાએ જ પ્રશ્નપત્રોનું નિર્માણ કરવુ પડશે. છેલ્લા કેટલાય સમયાથી શિક્ષકો અને આચાર્યોની કામગીરી વાધી ગઈ છે અને હવે પ્રશ્નપત્રો કાઢવાની નવી જવાબદારી સોંપતા કચવાટ ફેલાયો છે.
[ad_2]
Source link






