[ad_1]

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,સોમવાર
ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને અમૂલે દૂધના ભાવમાં લિટરે રૃા. બેનો વધારો કરવાની જાહેરાત કરી છે. પહેલી માર્ચ ૨૦૨૨થી જ નવા વધારેલા ભાવ લેવામાં આવશે. આમ લિટરે ચાર ટકાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. ખાદ્ય સામગ્રીઓના એટલે કે શાકભાજી, અનાજ, કઠોળના ભાવમાં છેલ્લા એક વર્ષમાં આવેલા જંગી વધારાની તુલનાએ દૂધના ભાવમાં કરવામાં આવેલો વધારો નગણ્યા હોવાનું અમૂલના મેનેજિંગ ડિરેક્ટર આર.એસ. સોઢીએ જણાવ્યું હતું. અમૂલને દૂધ તથા ડેરી ઉત્પાદનો થકી થતી દરેક રૃપિયાની આવકમાંથી ૮૦પૈસા દૂધનું ઉત્પાદન કરનારા ખેડૂતોને આપવામાં આવે છે. અમદાવાદ, ગુજરાત, દિલ્હી, મુંબઈ અને કોલકાતા દરેક શહેરમાં આ વધારો લાગુ પડશે.
તેમનું કહેવું છે કે આ અગાઉ ડિસેમ્બર ૨૦૧૯માં દૂધના ભાવ વધારવામાં આવ્યા હતા. ત્યારબાદ જુલાઈ ૨૦૨૧માં દૂધના ભાવ વધાર્યા હતા. આ ગાળામાં દરેક ખાદ્ય સામગ્રીના ભાવમાં ૧૫થી ૨૫ ટકાનો વધારો આવી ગયો છે. તેની તુલનાએ અમૂલ દૂધના ભાવમાં માત્ર ૪ ટકાનો જ વધારો કોરવામાં આવ્યો છે. અમદાવાદ, દિલ્હી, મુંબઈ સહિત દેશના દરેક સેન્ટરના દૂધના લિટરદીઠ ભાવમાં રૃપિયા બેનો વધારો કરવામાં આવ્યો છે. પહેલી માર્ચથી અમૂલ ગોલ્ડની ૫૦૦ મિલિલિટરની થેલીના ભાવ ૩૦ અને એક લિટરના ભાવ રૃા. ૬૦ થઈ જશે. અમૂલ તાજાનો લિટરદીઠ ભાવ રૃા. ૪૬થી વધી રૃા. ૪૮ અને અમૂલ શક્તિનો લિટરદીઠ ભાવ રૃા. ૫૨થી વધીને રૃા. ૫૪ થઈ જશે. અમૂલ ટી સ્પેશિયલના લિટરદીઠ ભાવમાં પણ રૃપિયા બેનો વધારો કરી દેવામાં આવ્યો છે.
આર.એસ. સોઢીનું કહેવું છે કે ખેડૂતોએ પશુઓને આપવાના થતાં ચારા પાછળ કરવા પડતા ખર્ચમાં ૨૦ ટકા સુધીનો વધારો આવી ગયો છે. તેમાં છતાંય દૂધના ભાવમાં વધારો ન આપવો તેમને અન્યાય કરવા બરાબર છે. દૂધનું વહન કરવા માટે વપરાતા વાહનોમાં વપરાતા ઇંધણના ભાવમાં પણ જંગી વધારો આવી ગયો હોવાથી ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ પણ ખાસ્સી વધી ગઈ છે. તદુપરાંત પૅકેજિંગ ખર્ચ ૩૫ટકા જેટલો વધી ગયો છે. પરિણામે દૂધના ભાવમાં વધારો કરવો અનિવાર્ય બની ગયો હતો.
તેથી ખેડૂતોને કિલોદીઠ ફેટના આપવામાં આવતા ભાવમાં પણ રૃા. ૩૫થી ૪૦નો વધારો કરવામાં આવ્યો છે. ગયા વરસની તુલનાએ આ વધારો ૫ ટકાથી વધુ છે. આ ભાવ વધારો કરવાને પરિણામે ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપી શકાશે. તેમને સારો ભાવ મળશે તો દૂધનું ઉત્પાદન વધારવાનો પ્રયાસ કરશે. અમૂલને દૂધ અને ડેરી ઉત્પાદનો થકી થતી દરેક રૃપિયાની આવકમાંથી ખેડૂતોને ૮૦ પૈસા આપી દે છે.
ગુજરાતમાંથી રોજના સરેરાશ ૨૭ લાખ પશુપાલકો ૨.૫ કરોડ લિટર દૂધ ભરે છે. અમૂલમા ંદૂધ ભરનારા કુલ સભાસદ ખેડૂતોની વાર્ષિક સંખ્યા અંદાજે ૩૫થી ૩૬ લાખની છે. તેમાંથી ૨૭ લાખ ખેડૂતો રોજ દૂધ ભરે છે. તેમને વરસેદહાડે રૃા. ૫૦,૦૦૦ કરોડનું ચૂકવણું કરવામાં આવે છે. અમૂલનું ૨૦૨૧-૨૨ના વર્ષનું કુલ ટર્નઓવર રૃા. ૬૧૦૦૦ કરોડને આંબી જાય ેતવીધારણો મૂકવામાં આવી રહી છે.
દૂધ જૂના ભાવ નવા ભાવ
અમૂલગોલ્ડ રૂ. ૫૮ રૂ.૬૦
અમૂલ તાજા રૂ.૪૬ રૂ.૪૮
અમૂલ શક્તિ રૂ.૫૨ રૂ.૫૪
[ad_2]
Source link






