પુનઃ સ્થાપન માટે રાખોડી ચિલોત્રા પક્ષીને સેટેલાઇટ ટેગ લગાડી ગીરમાં છુટા મુકાયા

On: February 28, 2022 9:33 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

1936 બાદ ચિલોત્રા પક્ષીની હાજરી દુર્લ થઈ ગઈ હતી  સાસણસ્થિત મોનિટરિંગ યુનિટ ખાતેથી નિરીક્ષણ દરમિયાન ચિલોત્રા પક્ષી સામાન્ય વર્તણૂક કરતા જોવા મળ્યા

જૂનાગઢ, : ગીરમાં ચિલોત્રા પક્ષીઓની 1936 બાદ હાજરી દુર્લભ બની ગઈ હતી. આ પક્ષીઓને ગીરમાં પુનઃસ્થાપિત કરવા માટે વનવિભાગ દ્વારા રાખોડી ચિલોત્રા પક્ષીઓને પકડી ટેગ લગાડી તેને ગીર વિસ્તારમાં છુટા મુકવામાં આવ્યા છે. તેના મોનીટરીંગ દરમ્યાન આ પક્ષીઓ સામાન્ય વર્તુણક કરતા જોવા મળી રહ્યા છે.

ગુજરાતમાં દેશની કુલ પક્ષીઓની પ્રજાતિના 45 ટકા  એટલે કે 609 પ્રજાતિના પક્ષીઓ જોવા મળે છે.વૈશ્વીક સ્તરે ચિલોત્રા પક્ષીઓની 62 પ્રજાતિ છે.તેમાંથી ભારતમાં દસ પ્રજાતિ અને ગુજરાતમાં માત્ર રાખોડી ચિલોત્રાની પ્રજાતિ જોવા મળતી હતી.નોંધ મુજબ આ પક્ષીઓ ગીરની અસામાન્ય પ્રજાતિ હતી.1936 સુધી રાખોડી ચિલોત્રાની હાજરીની નોંધ જોવા મળે છે.બાદમાં તેની હાજરી દુર્લભ બની ગઈ હતી. રાખોડી ચિલોત્રા જંગલ પરિસરતંત્રમાં મહત્વની ભૂમિકા ભજવતા હોવાથી જાણીતા પક્ષીવિદ સ્વ. આર. એસ. ધર્મકુમારસિંહજીએ ગીરમાં રાખોડી ચિલોત્રાનું પુનઃસ્થાપન કરવા સૂચન કર્યું હતું.જેના અનુસંધાને ગીરમાં રાખોડી ચિલોત્રાની વસ્તી  ફરી લાવવા માટે  વનવિભાગ દ્વારા આ પ્રોજેક્ટ હેઠળ

ગુજરાતમાં જ્યાં આ પક્ષીઓનો વસવાટ હતો ત્યાંથી નવ પક્ષીને પકડી તેમાંથી બે પક્ષીને સૌરઉર્જા સંચાલિત સેટેલાઇટ ટેગ લગાડવામાં આવ્યા હતા. ગત તા. 24 ફેબ્રુ.ના 11 પક્ષીઓમાંથી બે નર પક્ષીને ટેગ લગાડી તેમજ પક્ષીવિદ સ્વ. લવકુમાર ખાચરની યાદગીરી રૂપે એક પક્ષીને એલ. કે. ટેગ લગાડવામાં આવ્યું હતું અને આ પક્ષીઓને ગીર જંગલમાં છુટા મુકવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ પક્ષીઓને પગમાં રંગીન વીટી જેવી રિંગ દ્વારા પણ ચિહ્નિત કરવામાં આવ્યા છે. જેથી ઓળખવામાં મદદ મળે. આ પક્ષીઓની સાસણ ખાતે મોનીટરીંગ યુનિટ ખાતેથી નિરીક્ષણ દરમ્યાન આ પક્ષીઓ સામાન્ય વર્તુણક કરતા જોવા મળ્યા હતા.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

Ajay’s Cafe ફૂડથી આગળ વધીને ચેસ દ્વારા પણ ફેલાવી રહ્યું છે ‘હેપ્પી વાલી ફીલિંગ’

કપરાડાની પૂજ્ય મોટા હાઈસ્કૂલ(માની)ના તેજસ્વી વિદ્યાર્થીઓએ કર્યો હવાઈ પ્રવાસ, દ્વારકાધીશના દર્શનનો મળ્યો લ્હાવો

ક્યાં એક તરફ મોંઘી દાટ મર્સીડીઝ કાર માં નીકળતી વર યાત્રા ને ક્યાં સંસ્કૃતિ ને બચાવવાં માટે નીકળતી બળદ ગાડાં માં નીકળેલી જાન.નો ઠાઠ..

પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત 19 જૂને રાષ્ટ્રીય કાર્યક્રમ, વાપીમાં રાજુ શ્રોફ ઓડિટોરિયમ ખાતે યોજાશે વિશેષ કાર્યક્રમ

ધરમપુર વિલ્સન હિલ ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ વિકાસ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરાયું

ધરમપુર આસપાસની નદીઓમાં બેફામ રેતી ખનન સામે કાર્યવાહી, માત્ર ચાર ટ્રક જપ્ત થતા અનેક સવાલો

error: Content is protected !!