Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

આજે મહાશિવરાત્રિ : મંદિરો 'બમ બમ ભોલે…'ના નાદથી ગૂંજી ઉઠશે

On: February 28, 2022 8:50 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ, સોમવાર

મહા માસની અંધારી
ચૌદશ એ શિવજીની અતિપ્રિય રાત્રિ છે અને તેથી તે મહા શિવરાત્રિ કહેવાય છે. અમદાવાદ સહિત
રાજ્યભરમાં આવતીકાલે આસ્થા-ઉલ્લાસપૂર્વક મહા શિવરાત્રિનું પર્વ ઉજવાશે. કોરોનાના કેસમાં
ઘટાડો થતાં મંદિરોમાં બે વર્ષમાં પ્રથમવાર મહાશિવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
છે. મહાદેવને સમગ્ર વર્ષમાં કરેલી શિવપૂજાઓનું જેટલું પુણ્ય હોય, તે માત્ર મહાશિવરાત્રિએ
શિવપૂજા-દર્શન કરવાથી પ્રાપ્ત થાય છે.

આવતીકાલે વહેલી
સવારથી મંદિરો ‘બમ બમ ભોલે…’, ‘હર હર મહાદેવ…’ ના ભક્તોના નાદ સાથે ગૂંજી ઉઠશે.
જ્યોર્તિલિંગ સોમનાથ મંદિરમાં રવિવારથી જ ભક્તોનું આગમન શરૃ થઇ ગયું છે. મહાશિવરાત્રિના
પર્વ નિમિત્તે સવારે ૪ થી લઇને સતત ૪૨ કલાક સોમનાથ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા
રહેશે. ચાર પ્રહરની વિશેષ પૂજા-આરતી, પાલખીયાત્રા, ધ્વજારોહણના આયોજનમાં ઉપસ્થિત રહીને
ભક્તો શિવમય બનશે. સવારે બ્રાહ્મણો દ્વારા વેદગાન, પાલખીયાત્રા સહિત વિશેષ કાર્યક્રમો
કોવિડની ગાઇડલાઇન્સના ચુસ્ત પાલન સાથે યોજાશે.

ગુજરાતમાં જ આવેલા
અન્ય એક જ્યોર્તિલિંગ નાગેશ્વરમાં પણ આવતીકાલે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે. અમદાવાદમાં
સારંગપુર દરવાજા બહાર આવેલા પ્રાચિન શિવાલય કર્ણમુક્તેશ્વર મહાદેવ ખાતે દિવસ દરમિયાન
વૈદિક પૂજાઓ, અભિષેકાત્મક લઘુરૃદ્ર, રૃદ્રી, બિલીપત્ર, સંકલ્પ, પૂજાઓ, મહામૃત્યુંજય
મંત્રથી આહુતિ સવારે ૯ થી સાંજે ૭ સુધી થશે. આ ઉપરાંત રાત્રે ૯ઃ૩૦ કલાકે મહાપૂજા થશે.
આ ઉપરાંત સપ્તર્ષી મહાદેવ, ચકુડિયા મહાદેવ, બિલેશ્વર, સોમેશ્વર સહિતના મંદિરોમાં પણ
શિવરાત્રિ નિમિત્તે વિશેષ પૂજન-અર્ચન સહિતના આયોજન કરાશે.

શિવરાત્રિ પર્વમાં  શિવભક્તો ઉપવાસ-વ્રત રાખી આ દિવસે શક્કરીયા-બટાકા
આરોગતો હોય છે. જેને લઈ  વિવિધ બજારોમાં શક્કરીયા
તેમજ બટાકાની ધૂમ ખરીદી નીકળી હતી. શિવજીને અતિપ્રિય એવી ભાંગના પ્રસાદનું પણ અનેરૃં
મહત્વ હોઈ વિવિધ શિવમંદિરો ખાતે ભાંગ બનાવવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે. શિવરાત્રી
પર્વ પર વ્રતનું મહત્વ હોઈ આજે વિવિધ ફરાળી ચીજવસ્તુઓની માંગને પહોંચી વળવા માટે વેપારીઓએ
પણ તૈયારીઓ આરંભી દીધી છે. શિવરાત્રી પર્વને લઈને શિવભક્તો બીલીપત્ર તેમજ દૂધનો અભિષેક
કરી શિવજીને રીઝવવા પ્રયત્ન કરશે. જેને લઈ બજારમાં બીલીપત્ર તેમજ દૂધના વેચાણમાં પણ
ઉછાળો આવશે.

 

 

મહા શિવરાત્રિઃ: સોમનાથ મંદિરમાં કાર્યક્રમ

સવારે ૪ : મંદિર
ખુલશે. સવારે ૬
: પ્રાતઃ પુજા, સવારે ૭: પ્રાતઃ આરતી, સવારે ૮: મહામૃત્યુંજય યજ્ઞા,
સવારે ૮ઃ૩૦
: નૂતન ધ્વજારોહણ, સવારે ૯: મંદિર પરિસરમાં પાલખીયાત્રા-સુવર્ણ કળશ પૂજા,
સવારે ૧૧
: મધ્યન્હ પૂજા, બપોરે ૧૨: મધ્યાન્હ આરતી, સાંજે ૪ થી ૮ઃ૩૦: શ્રુંગાર દર્શન,
સાંજે ૭ 
: સાંય આરતી.

ચાર પ્રહરમાં
કરેલી ઉપાસના તુરંત ફળે છે

મહાશિવરાત્રિએ
આ વખતે ચતુર્દશી તિથિ સવારે ૦૩.૧૬ થી શરૃ થશે અને ૨ માર્ચ, ૨૦૨૨ ના રોજ સવારે ૧ વાગ્યે
સમાપ્ત થશે.  શિવપુરાણ અનુસાર મહાશિવરાત્રિ
એ ભગવાન શિવની આરાધના ૪ પ્રહરમાં કરવાનો મહિમા છે, જેના થી વિષેશ ફળની પ્રાપ્તિ થાય
છે  શિવ કૃપા પ્રાપ્ત થાય છે.  મહાશિવરાત્રિ ચાર પ્રહર પૂજા મુહર્ત સમય  સાજે ૬ઃ૪૧ 
થી રાત્રે ૯ઃ૪૬, રાત્રે ૯ઃ૪૬ થી ૧૨ઃ૩૮ સુધી, રાત્રે ૧૨ઃ૩૮  થી ૩ઃ૪૪ સુધી, મોડી રાત્રે ૩ઃ૪૪ થી સવારે ૭ઃ૦૨ સુધી
છે.

 

મહાશિવરાત્રિએ
શિવપૂજનથી શત્રુઓ પર વિજય મળે, યશ-કીર્તિ વધે

શાસ્ત્રવિદ-જ્યોતિષ
ચેતન પટેલે જણાવ્યું કે, ‘ મહાશિવરાત્રિ પર ભગવાન શિવની પૂજા કરવાથી શત્રુઓ પર વિજય
મળે  યશ અને કીતમાં વૃદ્ધિ થાય. શાસ્ત્ર મહિમા
અનુસાર મહાશિવરાત્રિ એ ભગવાન શિવ ની આરાધના રુદ્રાક્ષ ધારણ કરી ભસ્મ નું ત્રિપુંડ કરી
શિવલિંગ પર ઁ નમઃ શિવાય શિવાય નમઃ ઁ આ પંચાસ્કરી મંત્ર નો જાપ કરતા  અભિષેક કરી 
બિલ્વ પત્ર અર્પણ કરવાથી ભગવાન શિવ પ્રસન થાય છે.

 આ પર્વ ભગવાન શિવ અને માતા પાર્વતીને અક્ષત, સોપારી,  ચંદન,ભસ્મ , લવિંગ, એલચી, દૂધ, દહીં, મધ, ઘી, ધતુરા,
બીલીપત્ર, કમળના પુષ્પ  અને ફળો અર્પણ કરી  પૂજા કરવાથી 
અને અંતે ભગવાન શિવ અને માતા પાર્વતીની આરતી કરવાથી મનુષ્ય નું કલ્યાણ થાય છે.

 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!