ઉમરામાં ઉદ્યોગપતિના ઘરમાંથી રોકડા રૂ. 1.51 લાખની ચોરી

On: February 28, 2022 1:20 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– પરિવાર સાથે વહેલી સવારે મેરોથોન દોડમાં ભાગ લેવા ગયા હતાઃ પાછળનો દરવાજો ખુલ્લો રહી જતા ચોર ત્યાંથી પ્રવેશ્યો હતો

(પ્રતિનિધિ દ્વારા) સુરત, સોમવાર

ઉમરા ગામની જલદર્શન સોસાયટીમાં રહેતા ઉદ્યોગપતિ પરિવાર ગત રોજ વહેલી સવારે મેરોથોન દોડમાં ભાગ લેવા ગયા ત્યારે ઘરના પાછળનો દરવાજો ખુલ્લો હોવાની તકનો લાભ લઇ અંદર પ્રવેશી લાકડાના કબાટમાંથી રોકડા રૂ. 1.51 લાખની મત્તા ચોરીને ભાગી ગયો હતો.

ઉમરા ગામ સ્થિત ઉમરીગર સ્કૂલની બાજુમાં જલદર્શન સોસાયટીના બંગલા નં. 40માં રહેતા રોહન અશ્વીન દેસાઇ (ઉ.વ. 42) અને સચિન જીઆઇડીસી ખાતે એથર ઇન્ડસ્ટ્રીઝ લિ. નામે કેમિકલ પ્રોડક્ટની ફેક્ટરી ધરાવે છે. ગત રોજ સવારે 6 વાગ્યે રોહન અને તેના પિતા તથા માતા પૂર્ણિમાબેન વેસુ વીઆઇપી રોડ ગેલ કોલોની સામે રોટરી ક્લબ ઓફ સુરત દ્વારા આયોજીત મેરોથોન દોડમાં ભાગ લેવા ઘરના મેઇન દરવાજાને લોક કરીને ગયા હતા. પરંતુ 9.30 કલાકે આવ્યા ત્યારે માતા પૂર્ણિમાબેનના રૂમનો પાછળનો દરવાજો ખુલ્લો હોવાની તકનો લાભ લઇ ચોર અંદર પ્રવેશી લાકડાના કબાટના ડ્રોઅરનું લોક તોડી તેમાંથી રોકડા રૂ. 1.51 લાખની મત્તા ચોરીને ભાગી ગયો હતો. ઘટના અંગે રોહને દેસાઇએ ઉમરા પોલીસમાં ફરીયાદ નોંધાવતા સીસીટીવી ફૂટેજના આધારે ચોરની શોધખોળ હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

Ajay’s Cafe ફૂડથી આગળ વધીને ચેસ દ્વારા પણ ફેલાવી રહ્યું છે ‘હેપ્પી વાલી ફીલિંગ’

કપરાડાની પૂજ્ય મોટા હાઈસ્કૂલ(માની)ના તેજસ્વી વિદ્યાર્થીઓએ કર્યો હવાઈ પ્રવાસ, દ્વારકાધીશના દર્શનનો મળ્યો લ્હાવો

ક્યાં એક તરફ મોંઘી દાટ મર્સીડીઝ કાર માં નીકળતી વર યાત્રા ને ક્યાં સંસ્કૃતિ ને બચાવવાં માટે નીકળતી બળદ ગાડાં માં નીકળેલી જાન.નો ઠાઠ..

પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત 19 જૂને રાષ્ટ્રીય કાર્યક્રમ, વાપીમાં રાજુ શ્રોફ ઓડિટોરિયમ ખાતે યોજાશે વિશેષ કાર્યક્રમ

ધરમપુર વિલ્સન હિલ ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ વિકાસ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરાયું

ધરમપુર આસપાસની નદીઓમાં બેફામ રેતી ખનન સામે કાર્યવાહી, માત્ર ચાર ટ્રક જપ્ત થતા અનેક સવાલો

error: Content is protected !!