યુક્રેન યુદ્ધની આડપેદાશ, અમદાવાદમાં મહિલાઓને સેક્સ્ટોર્શન માટેના કોલ્સની સંખ્યામાં ઉછાળો

On: February 28, 2022 11:25 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– આ પ્રકારના કોલ માટે આરોપીઓ ડાર્ક વેબનો ઉપયોગ કરે છે અને યુએસ, કેનેડા જેવા દેશનો ઉપયોગ કરે છે

– આરોપીઓ મહિલા કોલ રીસિવ કરે એટલે તરત જ કપડાં ઉતારવાનું શરૂ કરી દે છે અને યૌન ઈશારાઓ કરવા લાગે છે

અમદાવાદ, તા. 28 ફેબ્રુઆરી, 2022, સોમવાર

અમદાવાદમાં મહિલાઓને સેક્સ્ટોર્શન માટે આવતા કોલ્સની સંખ્યામાં વધારો નોંધાયો છે જે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની એક આડપેદાશ કહી શકાય. ગુજરાત પોલીસના અધિકારીઓના કહેવા પ્રમાણે છેલ્લા 10 દિવસમાં સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને અમદાવાદ અને ગાંધીનગરની મહિલાઓ તરફથી સેક્સ્ટોર્શનને લગતી 8 જેટલી ફરિયાદો મળી છે. પાછલા વર્ષોમાં આ પ્રકારના કેસ ખૂબ જ રેર આવતા હતા. 

આ પ્રકારના ગુનાની સંખ્યામાં થઈ રહેલા વધારા પાછળનું એક કારણ રશિયા અને યુક્રેનનું યુદ્ધ કહી શકાય. વધુ સમજીએ તો રશિયન હેકર્સ હાલ રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે અહીંના છેતરપિંડી કરનારા જૂથને લોકોના ડેબિટ અને ક્રેડિટ કાર્ડની ડિટેઈલ્સ પહોંચતી કરવામાં અસમર્થ બન્યા છે. પોલીસના કહેવા પ્રમાણે છેલ્લા 2 મહિનાથી રશિયન હેકર્સ યુક્રેઈનની વેબસાઈટ્સને હીટ કરવામાં એટલે કે, હેક કરવામાં રોકાયેલા (Busy) છે.   

આ કારણે છેતરપિંડી કરનારા લોકોએ મહિલાઓ પાસેથી સેક્સ્ટોર્શન દ્વારા રૂપિયા પડાવવાનું શરૂ કર્યું છે. પોલીસના કહેવા પ્રમાણે વર્ષ 2020 અને 2021માં આ પ્રકારના ગુનાના માત્ર 2થી 3 જ કેસ નોંધાયા હતા. 

પોલીસે જણાવ્યું કે, આવા લોકો મહિલાઓને વીડિયો કોલ કરે છે અને મહિલા કોલ રીસિવ કરે એટલે તરત જ કપડાં ઉતારવાનું શરૂ કરી દે છે અને યૌન ઈશારાઓ કરવા લાગે છે. મહિલાઓ તરત જ ડિસ્કનેક્ટ થઈ જાય તો પણ તેમના પાસે બ્લેકમેલ કરવા માટે પૂરતો વીડિયો ફૂટેજ આવી જાય છે. 

ત્યાર બાદ તેઓ મહિલાને રેકોર્ડિંગ મોકલે છે અને પૈસાની માગણી કરે છે. આવા ઘણાં કિસ્સાઓમાં મહિલાઓ જાહેરમાં શરમમાં મુકાવાના ડરથી પોલીસ ફરિયાદ કરવાનું ટાળે છે. ગુજરાત પોલીસના અધિકારીએ જણાવ્યું કે, જેટલી મહિલાઓએ આ પ્રકારની ફરિયાદ નોંધાવી છે તેમણે પોતાના પાસેથી 3થી 5 લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કર્યો છે. 

આ પ્રકારના કોલ માટે આરોપીઓ ડાર્ક વેબનો ઉપયોગ કરે છે અને યુએસ, કેનેડા જેવા દેશનો ઉપયોગ કરે છે. જોકે અમુક નંબર ટ્રેસ કરવામાં આવતા તે ગુજરાતના અમદાવાદ શહેર અને બનાસકાંઠાના તથા રાજસ્થાનના ભરતપુર અને અલવરના હોવાનું સામે આવ્યું છે. 

પોલીસ અધિકારીઓના કહેવા પ્રમાણે આ પ્રકારના છેતરપિંડી કરનારાઓ પહેલા રશિયન હેકર્સ દ્વારા ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો જે ડેટા પૂરો પાડવામાં આવતો તેના આધારે ઠગાઈ કરતા હતા. રશિયન હેકર્સ હાલ યુક્રેન પર ધ્યાન આપી રહ્યા હોવાથી ભેજાબાજોએ યુએસ અને કેનેડાના હેકર્સ પાસેથી મહિલાઓના નંબર મેળવ્યા છે. ભોગ બનનારી મોટા ભાગની મહિલાઓના સંબંધીઓ યુએસ કે કેનેડામાં રહે છે માટે તેઓ વીડિયો કોલ રીસિવ કરી લે છે. 

પોલીસે જણાવ્યું કે, અમુક કિસ્સામાં આવા ભેજાબાજો કોલ દરમિયાન પોર્ન ક્લિપ ચાલુ કરી દે છે અથવા ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વ્યક્તિ કપડાં ઉતારી રહી હોય તે પ્રક્રિયાનું અનુકરણ કરાવે છે. 

પોલીસ હાલ આ પ્રકારના કેસમાં ભેજાબાજોને પકડી પાડવા માટે ગતિવિધિ તેજ કરી રહી છે અને મહિલાઓ આગળ આવીને ફરિયાદ નોંધાવે તે માટે પ્રયત્નો કરી રહી છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

Ajay’s Cafe ફૂડથી આગળ વધીને ચેસ દ્વારા પણ ફેલાવી રહ્યું છે ‘હેપ્પી વાલી ફીલિંગ’

કપરાડાની પૂજ્ય મોટા હાઈસ્કૂલ(માની)ના તેજસ્વી વિદ્યાર્થીઓએ કર્યો હવાઈ પ્રવાસ, દ્વારકાધીશના દર્શનનો મળ્યો લ્હાવો

ક્યાં એક તરફ મોંઘી દાટ મર્સીડીઝ કાર માં નીકળતી વર યાત્રા ને ક્યાં સંસ્કૃતિ ને બચાવવાં માટે નીકળતી બળદ ગાડાં માં નીકળેલી જાન.નો ઠાઠ..

પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત 19 જૂને રાષ્ટ્રીય કાર્યક્રમ, વાપીમાં રાજુ શ્રોફ ઓડિટોરિયમ ખાતે યોજાશે વિશેષ કાર્યક્રમ

ધરમપુર વિલ્સન હિલ ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ વિકાસ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરાયું

ધરમપુર આસપાસની નદીઓમાં બેફામ રેતી ખનન સામે કાર્યવાહી, માત્ર ચાર ટ્રક જપ્ત થતા અનેક સવાલો

error: Content is protected !!