Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

રાધનપુર પાલિકાના પ્રમુખને દૂર કરવા કોંગી સદસ્યોની માંગ

On: February 27, 2022 4:35 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

રાધનપુર,
તા.26

કોંગ્રેસ શાસિત રાધનપુર નગરપાલિકા છેલ્લા કેટલાક સમયથી
ભ્રષ્ટાચારને લઈને વિવાદોમાં ઘેરાયેલી છે. પાલિકામાં શાસક પક્ષના સદસ્યોનો વિરોધ
વધતા રજા ઉપર ગયેલા પાલિકા પ્રમુખ ધારાસભ્યની સૂચનાની અવગણના કરી હાજર થઈ
કોન્ટ્રાકટરને ઘન કચરાનું બિલ ચૂકવી દેતા પ્રમુખ સામે સત્તાધારી સદસ્યોમાં વિરોધનો
સૂર ઉઠવા પામ્યો છે.

રાધનપુર નગરપાલિકાના પ્રમુખ મહેશ અદા દ્વારા સાથી સદસ્યોને
વિશ્વાસમાં લીધા વગર મનસ્વી રીતે નિર્ણય લેવામાં આવતા હોવાની સાથી સદસ્યોની
બુમરાડો વચ્ચે ધારાસભ્ય રઘુભાઈની સૂચનાથી નગરપાલિકાના પ્રમુખને એક માસ માટે રજા
ઉપર ઉતારવામાં આવ્યા હતા.જ્યારે એક માસ બાદ ધારાસભ્ય કે સાથી સદસ્યોને જાણ કર્યા
વગર પ્રમુખ પાલિકામાં હાજર થયા હતા. અને પાલિકામાં પ્રમુખ હાજર થયા બાદ ખૂબ જ
વિવાદિત ઘન કચરાના કોન્ટ્રાક્ટરને બિલ ચુકવવામાં આવ્યુ હતું. પાલીકાના પ્રમુખે
કોન્ટ્રાક્ટરને ઘન કચરાની કામગીરીમાં ૧૦ ઘણી કિંમતનું ટેન્ડર બહાર પાડી ૯૮ લાખનું
બિલ ચુકવણું કરી ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ સત્તાધારી પક્ષના સદસ્ય દ્વારા
થયા હતા. અને સામાન્ય સભામાં પણ ભાજપ અને કોંગ્રેસના સદસ્યોએ ઘનકચરાના બિલ બાબતે
વિરોધ નોંધાવ્યો હતો. ત્યારથી પાલિકામાં સતાધારી સદસ્યો દ્વારા પ્રમુખ હટાવો
ઝુંબેશ શરૃ કરવામાં આવી છે. પાલિકાના કોંગ્રેસ સદસ્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું
કે
, પ્રમુખ
દ્વારા કોઇ પણ સદસ્યને વિશ્વાસમાં લેવામાં આવતા નથી. જેને લઇને પ્રમુખ સામે તમામ
સભ્યો વિરોધમાં છે અને જો પાલિકા પ્રમુખને હટાવવામાં નહીં આવે તો પાલિકામાં
નવાજૂની થશે તેવું પણ સભ્યએ જણાવ્યું હતુ.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!