Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

CSનો નવો કોર્સ આગામી વર્ષથી લાગુ :જુના કોર્સમાં પરીક્ષાની તક પુરી

On: February 25, 2022 9:55 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ

કંપની
સેક્રેટરીના પ્રોફેશનલ અને એક્ઝિક્યુટિવ કોર્સમાં ધરખમ ફેરફારો સાથે આગામી વર્ષથી
નવો કોર્સ લાગુ કરાશે.જ્યારે હાલનો નવો કોર્સ કે જે હવે આગામી વર્ષથી જુનો થઈ
જશે.પાંચ વર્ષ પહેલા લાગુ કરાયેલા નવા કોર્સ પહેલાના જુના કોર્સમાં પરીક્ષા આપવાની
તક પુરી થઈ ગઈ છે અને હવે હાલના નવા કોર્સમાં જ વિદ્યાર્થીએ પરીક્ષા આપવાની
રહેશે.ઈન્સ્ટિટયુટ દ્વારા આજે પ્રોફેશનલ અને એક્ઝિક્યુટિવનું પરિણામ જાહેર કરવામાં
આવ્યુ છે.જેમાં પ્રોફેશનલની પરીક્ષામાં અમદાવાદનો વિદ્યાર્થી દેશમાં ત્રીજા ક્રમે
આવ્યો છે.

ઈન્સ્ટિટયુટ
ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા દ્વારા ગત ડિસેમ્બરમાં લેવાયેલી એક્ઝિક્યુટિવની
જુના અને નવા કોર્સની પરીક્ષાનું તેમજ પ્રોફેશનલ એટલે કે ફાઈનલની જુના અને નવા
કોર્સની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરાયુ છે.અમદાવાદ ચેપ્ટરના ચેરમેન વિવેક
વખારીયા
,સેક્રેટરી અલય વસાવડા અને વેસ્ટર્ન રિઝનલ કાઉન્સિલના ચેરમેન રાજેશ તારપરાએ
જણાવ્યુ હતું કે પ્રોફેશનલમાં જુના કોર્સમાં ઓલ ઈન્ડિયાનું મોડયુલ-૧નું ૩૫.૫૫ ટકા
,મોડયુલ-૨નું ૨૮.૫૭ ટકા અને મોડયુલ-૩નું ૩૬.૦૭ ટકા પરિણામ રહ્યુ છે જ્યારે
ઓવરઓલ પરિણા ૩૩.૪૦ ટકા રહ્યુ છે.અમદાવાદ ચેપ્ટરનું જુના કોર્સનું ઓવરઓલ પરિણામ
૨૯.૨૨ અને નવા કોર્સનું ૩૧.૧૦ ટકા રહ્યુ છે. એક્ઝિક્યુટિવમાં જુના કોર્સનું ૨૪.૦૮
તથા નવા કોર્સનું ૧૨.૨૩ ટકા પરિણામ રહ્યુ છે.જ્યારે ઓલ ઈન્ડિયાનું એક્ઝિક્યુટિવનું
જુના કોર્સનું મોડયુલ-૧નું ૧૮.૧૧
,મોડયુલ-૨નું ૧૪.૫૭ કા અને
નવા કોર્સમાં મોડયુલ-૧નું  ૯.૬૪ ટકા તેમજ
મોડયુલ -૨માં ૨૧.૯૧ ટકા પરિણામ રહ્યુ છે.

ર પાંચ વર્ષે ઈન્સ્ટિટયુટ દ્વારા નવો કોર્સ
લાગુ કરવામા આવે છે.પાંચ વર્ષ પહેલા લાગુ થયેલો નવો કોર્સ આગામી વર્ષ જુનો કોર્સ
ગણાશે.જ્યારે પાંચ વર્ષ પહેલાના જુના કોર્સમાં પરીક્ષા આપવાની તક ડિસેમ્બર
-૨૦૨૧માં પૂર્ણ થઈ ગઈ છે અને હવે જુન ૨૦૨૨ની પરીક્ષાઓમાં વિદ્યાર્થીએ નવા કોર્સમાં
જ પરીક્ષા આપવાની રહેશે. આગામી વર્ષે માર્ચ ૨૦૨૩માં એક્ઝિક્યુટિવનો અને સપ્ટેમ્બર
૨૦૨૩માં પ્રોફેશનલનો નવો કોર્સ લાગુ કરાશે.અગાઉના એટલે કે હાલના નવા કોર્સમાં
જીએસટી જે  બેઝિક લેવલામાં હતુ અને વિવિધ
પેપરોમાં મિક્સિંગ હતુ ત્યારે હવે નવા કોર્સમાં વર્કિંગ લેવલનો કોર્સ આવશે અને
જેના માટે અલગથી એક પેપર હશે.નવા કોર્સમાં એક્ઝિક્યુટિવમાં ગુ્રપ-૧માં ચાર અને
ગુ્રપ-૨માં ત્રણ વિષય રહેશે.પ્રોફેશલનમાં ગુ્રપ-૧માં ચાર અને ગુ્રપ-૨માં ચાર પેપરો
રહેશે.એક-એક ઈલેક્ટિવ સબ્જેક્ટ રહેશે.હાલ જે બે મોડયુલ છે અને તેના બ
લે બે મોડયુલ થશે.ઉપરાંત સીએની જેમ હવે સીએસમાં પણ મોડયુલની જગ્યાએ ગુ્રપ
લાગુ કરાશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!