Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ગુજરાત ATSએ સાંતલપુર-વારાહી હાઈવે પરથી MD ડ્રગ્સ સાથે 2 ઈસમોને ઝડપ્યા

On: February 25, 2022 11:07 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

(ફોટોમાં ડાબે નૂરા ખાન, જમણે કાયમ ઉર્ફે રઈસ ખાન)

પાટણ, તા. 25 ફેબ્રુઆરી, 2022

એ.ટી.એસ. ગુજરાતના પોલીસ અધિક્ષક પીનાકીન પરમારને કાળા રંગની ફોર્ડ ઈન્ડેવર કાર નબંર GJ12 DA 6662 જેની આગળની નબંર પ્લેટ ઉપર અંગ્રેજીમાં ‘LUNI’ લખેલ છે તેના અંગે એક ગુપ્ત બાતમી મળી હતી. તે કારમાં કાયમ ખાન ઉર્ફે રઈસ તથા નુરા ખાન હોથીખાન ગેરકાયદેસર રીતે પાસ પરમીટ વગરના માદક પદાર્થ મેફેડ્રોનનો જથ્થો લઈને બાડમેર, રાજસ્થાનથી નીકળી રાત્રિના 12થી 2 વાગ્યા દરમ્યાન સાંતલપુરથી પસાર થઈને સામખ્યાળી-કંડલા કચ્છ તરફ જવાના હોવાનું જાણવા મળ્યું હતું. આ બાતમીના આધારે એ.ટી.એસ. ગુજરાતના પોલીસ ઈન્સ્પેક્ટર આર. કે. રાજપતૂ તથા પો. સબ ઈન્સ. વી. વી. ભોલા તથા સ્ટાફના માણસોએ સાંતલપુર, જિલ્લો: પાટણ ખાતે જઈને એ.ટી.એસ. ગુજરાત તથા SoG પાટણની સંયુક્ત ટીમ બનાવી હતી. 

ત્યાર બાદ તેમણે બાતમીવાળી જગ્યા ખાતે નાકાબંદી કરીને વોચ ગોઠવી હતી. બાતમી મળી હતી તે કાળા રંગની

કાર ધ્યાને આવતાં જ તેને કોર્ડન કરીને રસ્તાની બાજુમાં ઉભી રાખવામાં આવી હતી. 

તપાસ દરમિયાન કારમાં બેઠેલા બે ઈસમો નામે નુરાખાન હોથીખાન જાતે સામેજા (મુસ્લિમ), રહે અધરીમ કા તલા, રબાસર, ગ્રામ પંચાયત, થાના: ચૌહટન, જી. બાડમેર, રાજસ્થાન તથા કાયમ ખાન ઉર્ફે રઈસ,રહે અબ્દુલ રહીમ કા તલા, રબાસર, રાજસ્થાન હોવાનું જાણવા મળ્યું હતું. 

ગાડીની તપાસ દરમિયાન આગળના ખાલી સાઈડના દરવાજા પાસે પાણીની બોટલ મુકવાની જગ્યાએથી પારદર્શક સેલોટેપ વીંટેલી એક પોટલી મળી આવી હતી. પોલીસે પોટલીમાંથી મળી આવેલું આશરે 200 ગ્રામ જેટલું અને અંદાજે 20 લાખ રૂપિયાનું મૂલ્ય ધરાવતું મેફેડ્રોન જપ્ત કર્યું છે. પુછપરછ દરમિયાન બંનેએ તે મેફેડ્રોન બાડમેર ખાતેથી કોઈ શખ્સ પાસેથી મેળવ્યું હતું અને ગુજરાતના મોરબી ખાતે ડીલિવર કરવા જઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. સાંતલપુર પોલીસે આ મામલે NDPS એક્ટ અંતર્ગત ગુનો નોંધીને SoG પાટણને તપાસ સોંપી છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!