ખેડા જિ.પં.નું રૂ. 978.20 લાખની પુરાતવાળુ બજેટ મંજૂર કરાયું

On: February 22, 2022 4:02 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– નાની સિંચાઇની વિવિધ યોજનાઓ માટે રૂ. 207.50 લાખનો ખર્ચ

– અંદાજીત રૂ. 1939.61 લાખની આવક સામે અંદાજીત રૂ. 961.41 લાખનો ખર્ચ દર્શાવવામાં આવ્યો

નડિયાદ : ખેડા જિલ્લા પંચાયતની સામાન્ય સભા જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં વર્ષ ૨૦૨૨-૨૩નું અંદાજ પત્ર રજૂ કરવામાં આવ્યું હતું. જેને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.  ખેડા જિલ્લા પંચાયતની સામાન્ય સભા જિલ્લા પંચાયતના પટેલ હોલમાં જી.પ.પ્રમુખ અને ડી.ડી.ઓ.ની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. 

આ બેઠકમાં વર્ષ ૨૦૨૨-૨૩ બજેટ રજૂ થયેલ જેમાં કુલ અંદાજીત આવક રૂ.૧૯૩૯.૬૧ લાખની સામે અંદાજીત રૂ.૯૬૧.૪૧ લાખનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે આમ રૂ.૯૭૮.૨૦ લાખની પુરાંતવાળુ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. 

આ બજેટમાં રાજ્ય સરકારની તબદીલ થયેલ પ્રવૃત્તિઓ માટે રૂ.૩૯૫૧૩.૨૦ લાખની આવક ખર્ચ અંદાજવામાં આવ્યું છે. આ બજેટમાં સ્થાનિક વિસ્તારના વિકાસ કામો માટે રૂ.૨૪૫ લાખ, અનુસૂચિત જાતિના ઉત્કર્ષ માટેની યોજનાઓ માટે રૂ.૩૪ લાખ, ખેતીવાડી પશુપાલન ક્ષેત્રે વિકાસ કામો માટે રૂ.૬૭.૫૦ લાખ, શિક્ષણ ક્ષેત્રે શાળા વિજ્ઞાાન મેળા, ખેલ મહા કુંભ જેવી યોજનાઓ માટે રૂ.૧૮.૫૦ લાખ, મહિલા બાળ વિકાસ, આરોગ્ય કુટુંબ કલ્યાણ ક્ષેત્રે વિવિધ યોજનાઓ માટે રૂ.૧૦.૫૦ લાખ, જાહેર બાંધકામ, નાની સિંચાઇની વિવિધ યોજનાઓ માટે રૂ.૨૦૭.૫૦ લાખ જ્યારે જિલ્લા પંચાયતના કર્મચારીઓની કલ્યાણ નિધિ (આકસ્મીક મૃત્યુ સહાય) યોજના માટે રૂ.૩૦ લાખનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. આમ વર્ષ ૨૦૨૨-૨૩નું અંદાજીત રૂ.૯૭૮.૨૦ પુરાત વાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!