50 રૂ.ના ભાડા માટે નિરમા યુનિ.ના વિદ્યાર્થીનું લેપટોપ રિક્ષાચાલક લઈ ગયો

On: February 17, 2022 10:34 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


ત્રાગડ રોડ ઉપર સાગા ચાર રસ્તા પર બનાવ

મુળ રાજસ્થાનનો અને એમ.ટેક.નો અભ્યાસ કરતા યુવકે વધુ ભાડું લીધાનું કહેતાં રિક્ષાચાલકનું કૃત્ય

અમદાવાદ : નિરમા યુનિવર્સિટીમાં એમ ટેકનો અભ્યાસ કરતા યુવકનું લેપટોપ, કપડાં સહિતની બેગ લઈને રિક્ષાચાલક પલાયન થયો છે. માત્ર 50 રૂપિયા વધુ ભાડુ માગતા દલીલ કરનાર યુવકનો સામાન લઈ જવાયાની ઘટના અંગે સાબરમતી પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. મુળ રાજસથાનના પ્રિયદર્શી શ્યામસુંદર સિંગ નામનો 25 વર્ષનો યુવક નિરમા યુનિવર્સિટીમાં એમ ટેકના પહેલા વર્ષના બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે.

તા. 14ના રોજ વતન રાજસ્થાનથી પ્રિયદર્શી શ્યામસુંદર સિંગ ગાંધીનગર રેલવે સ્ટેશન ઉતર્યા હતા. ગાંધીનગર રેલવે સ્ટેશનથી સાબરમતીના ત્રાગડ રોડ ઉપર આવેલા અદાણી પ્રથમ ફ્લેટમાં જવા માટે પ્રિયદર્શીએ ઓટો રિક્ષા ભાડે કરી હતી. તા. 15ના રાતે 1 વાગ્યાના અરસામાં અદાણી ફ્લેટ પાસે સાગા ચાર રસ્તા પાસે પહોંચીને પ્રિયદર્શી ભાડું ચૂકવતો હતો.

ઓટો રિક્ષાચાલકે કહ્યું હતું કે, તમારૂ ઘર વધારે દૂર છે અને ભાડું નક્કી કર્યું હતું તેના કરતાં 50 રૂપિયા વધારે આપવા પડશે. ભાડાં બાબતે વાતચિત કરતાં હતા ત્યાં  મધરાતે રિક્ષાચાલકે રિક્ષા ભગાવી દીધી હતી. ઓટો રિક્ષામાં પ્રિયદર્શી શ્યામસુંદર સિંગનું લેપટોપ, કપડાં અને બૂટ હતાં તે લઈને ઓટો રિક્ષાચાલક નાસી છૂટયો હતો. સાબરમતી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!