વડોદરા: સૌથી લાંબા ફ્લાયઓવર માટે સરકાર દ્વારા રૂ.100 કરોડની ગ્રાન્ટની જાહેરાતથી કોર્પોરેશનને રાહત

On: February 17, 2022 10:59 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 17

વડોદરા શહેરમાં બંધાઈ રહેલા સૌથી લાંબા સાડા ત્રણ કિલોમીટરના ફ્લાયઓવર બાંધકામમાં રાજ્ય સરકારની પૂરતી સહાય નહીં મળતા કામગીરી વિલંબમાં મુકાઈ હતી પરંતુ તાજેતરમાં ટીમ વડોદરાએ મુખ્યમંત્રીને રજૂઆત કર્યા બાદ આજે રાજ્ય સરકાર પાસેથી હવે 100 કરોડની ગ્રાન્ટ મળતાં બ્રિજનું કામ હવે વહેલી તકે પૂર્ણ થશે. 

આજ રોજ મેયર, મ્યુનિસિપલ કમિશનર તથા અન્ય અધિકારઓએ ગેંડા સર્કલ ફ્લાય ઓવર બ્રીજની મુલાકાત લઇ સ્થળ નિરીક્ષણ કર્યું હતું.  બ્રિજના બાંધકામમાં સમય મર્યાદાના પગલે તથા નાણાકીય કટોકટી સર્જાતા વિવાદ ઉભો થયો છે. અગાઉ કોંગી નેતાએ આ બ્રિજનો બાકી ખર્ચ રાજ્ય સરકાર પાસેથી ગ્રાન્ટ મેળવી કરવા સૂચન કર્યું હતું. અત્રે નોંધનીય છે કે ત્રણ વર્ષમાં પૂર્ણ થનાર સેન્ટર સર્કલથી મનીષા ચોકડી સુધી નો બ્રિજ પાંચ વર્ષે પણ હજુ અધૂરો છે. પરિણામે વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!