વડોદરાના આઉટ ગ્રોથ વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓ ઉભી કરવા સરકાર પાસેથી કોર્પોરેશનને 1000 કરોડની ગ્રાન્ટ જોઈશે

On: February 17, 2022 6:38 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– ગેંડા સર્કલ ફ્લાયઓવર બ્રિજનો તમામ ખર્ચ રાજ્ય સરકાર આપે

– ચાર દરવાજા વિસ્તારમાં જર્જરિત સર્વિસ લાઇનો બદલવા પાંચ કરોડનું રીવોલ્વીંગ ફંડ જરૂરી

– કોર્પોરેશનના બજેટ પર કોંગ્રેસની 314 દરખાસ્તો

વડોદરા, તા. 17

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2022- 23 ના 3838.67 કરોડના ડ્રાફટ બજેટ પર વિરોધ પક્ષ કોંગ્રેસે 314 દરખાસ્તો રજૂ કરી છે. બજેટ મંજૂર કરતાં પહેલાં આ દરખાસ્તોમાં કરેલા સૂચનો ધ્યાનમાં લેવા સૂચવ્યું છે .નવા અને જૂના મકાનો ની બાકી આકારણી માટે 10 વર્ષને બદલે બે વર્ષનો વેરો ધ્યાનમાં રાખવો, જુના વેરા માટે વ્યાજ માફીની યોજના, લારી ગલ્લાવાળા માટે અને ગરીબ આવાસ યોજના માટે લાગતો ન લેવી, સહકાર નગર આવાસ યોજના પૂર્ણ કરવી અને સંજય નગર આવાસ યોજનાના સાત માળના ટેન્ડર પ્રમાણે જ મકાનો બનાવવા કહ્યું છે. ચાર દરવાજા વિસ્તારમાં વર્ષો જૂની લાઈનો બદલવા માટે પાંચ કરોડનું રીવોલ્વીંગ ફંડ ઉભું કરવા અને આઉટ ગ્રોથ વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓ કરવા અલગથી રીપોર્ટ બનાવી સરકાર પાસેથી 1000 કરોડની ગ્રાન્ટ મેળવવા દરખાસ્તો મૂકી છે .કોર્પોરેશનના ટીપી પ્લોટો જોગવાઈઓ મુજબ ભાડે આપીને આવક વધારી શકાય તેવું સૂચન કરાયું છે .ગેંડા સર્કલ ફલાયઓવર બ્રિજનો તમામ ખર્ચ રાજ્ય સરકાર પાસેથી લેવા દરખાસ્ત કરી છે .આ ઉપરાંત કોર્પોરેશનની ખાલી 3500 જગ્યા ભરવા, રખડતા ઢોરો અને કૂતરાઓ માટે નીતિ વિષયક નિર્ણય લેવા, પાર્કિંગ માટે જગ્યા ખુલ્લી ન થાય ત્યાં સુધી પાર્કિંગ નીતિ મુજબ લાગતો નહીં લેવા માંગ કરી છે. પાનમ પાણી યોજનાનું બિલ વધીને ૩૩૦૦ કરોડ થયું છે. યોજનાનું બિલ રદ કરવા સરકારમાં રજૂઆત કરવા માટે પણ વિરોધ પક્ષે દરખાસ્ત મૂકી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!