નડિયાદ તાલુકામાં 10 સાથે ખેડા જિલ્લામાં કોરોનાના નવા 19 કેસ

On: February 15, 2022 9:35 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– જિલ્લામાં એક્ટિવ કેસ 145 થયા

– મહેમદાવાદમાં 3, કપડવંજમાં 2, વસા-મહુધા- ગળતેશ્વરમાં 1-1 કેસ નોંધાયો

નડિયાદ : ખેડા જિલ્લામાં આજે કોરોનાના નવા ૧૯ કેસો સરકારી ચોપડે નોંધાયા છે. આ સાથે જિલ્લામાં હજુ ૧૪૫ દર્દીઓ સારવાર હેઠળ છે. આજે ૧૫૦૦થી વધુ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

જિલ્લામાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો ભય ઓસરી રહ્યો છે. આજે નવા નોધાયેલા કોરોનાના ૧૯ કેસો સાથે જિલ્લામાં કોરોનાનો આંક ૪૧૩૯ થયો છે. જેમાં નડિયાદમાં ૧૦, મહેમદાવાદમાં ૩, કપડવંજમાં ર અને મહુધા,વસો, ગળતેશ્વર તથા ઠાસરામાં ૧-૧ કેસો જાહેર થયા છે. આજે સારવાર હેઠળના ૧૪૫ દર્દીઓ પૈકી ૧૪૦ દર્દીઓ હોમઆઇસોલેશનમાં છે, જ્યારે સિવિલ હોસ્પિટલમાં ૩ દર્દી, અને ખેડાની સબડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં ર દર્દી સારવારહેઠળ છે.બદા દર્દીઓની હાલત સામાન્ય છે. જ્યારે આજે એકપણ દર્દી વેન્ટીલેટર પ ર કે ઓક્સિજન પર ન હોવાનું જાણવા મળ્યું છે. 

આજે જિલ્લામાં કોરોના શંકાસ્પદ ૧૮૨૮ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમના રીઝલ્ટ હજુ પેન્ડીંગ છે. જ્યારે રસીકરણના ૧૦૨ સેશન યોજાયા હતા. જેમાં સાંજે પાંચ વાગ્યા સુધી ૧૪૭૯ લોકોએ રસી લીધી હતી.જ્યારે ૧૩૫૬ લોકોએ બુસ્ટર ડોઝ લીધો હતો. 

જેમાં ૫૮૯ સીનીયર સીટીઝન,૧૨૨ હેલ્થવર્કર અને ૬૪૫ ફ્રન્ટલાઇન વર્કરોએ ડોઝ લીધો હતો. જ્યારે ૧૫ થી ૧૮ વર્ષના ૫૬ બાળકોએ રસી લીધી હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારીએ એક અખબારી યાદીમાંદ જણાવ્યં છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!