વડનગરમાં રસોડાના બેસમેન્ટમાંથી મળ્યો 57,000નો દારૂ, વીડિયો વાયરલ

On: February 15, 2022 7:05 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડનગર, તા. 15 ફેબ્રુઆરી 2022 મંગળવાર

ગુજરાતમાં દારૂબંદીના દાવા હેઠળ રોજબરોજ ઠેક-ઠેકાણેથી હજારો-લાખો રૂપિયાનો દારૂ રાજ્યમાં જપ્ત થાય છે ત્યારે હવે પીએમ મોદીના માદરે વતન વડનગરમાં દારૂ પકડાયો છે.

સ્ટેટ મોનીટરીંગ સેલે 14 અને 15મી ફેબ્રુઆરીના રોજ પાડેલા દરોડામાં અંદાજે 57,000 રૂપિયાનો દારૂ જપ્ત થયો છે. વડનગરના ગોપનાથ પારૂ, તોરણિયાવાડ પાસે રહેતા ભરતજી ગેમારજી ઠાકોરના ઘરેથી આ દારૂ જપ્ત કરવામાં આવ્યો છે.

ઘરમાં તપાસ કરતા દારૂ ન મળતા સ્ટેટ મોનીટરીંગ સેલ પણ બાતમીદારોની માહિતી અંગે શંકા વ્યકત કરતી હતી પરંતુ બાદમાં ઘરના રસોડાના વોશબેસિનની નીચે એક બેઝમેન્ટ મળી આવતા અધિકારીઓએ ઉંડી તપાસ કરતા દારૂ ઝડપાયો છે.

મોનીટરીંગ સેલે રેડ દરમિયાન 5500 રૂપિયાના બે મોબાઈલ અને 17,600 કરોડની રોકડ જપ્ત કરી છે. આ સિવાય રૂ. 56,580નું મૂલ્ય ધરાવતા IMFL બોટલ અને ટીન પણ જપ્ત કરવામાં આવ્યા છે. ભરતજી ઠાકોરની ધરપકડ કરવામાં આવી છે અને બે આરોપીઓને આ કેસમાં વોન્ટેડ બનાવાયા છે.

વડનગરમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડાનો વીડિયો પણ બહાર આવ્યો છે જેમાં જોઈ શકીએ છીએ કે તપાસ અધિકારીઓએ કિચનના બેઝમેન્ટમાંથી દારૂ બહાર કાઢી રહ્યાં છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!