શિક્ષણ સમિતિનો વિરોધ પક્ષ છે કે સુચન પક્ષ?

On: February 14, 2022 12:17 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– સોશ્યલ મિડિયમાં મોટા ઉપાડે વિરોધ કરતા સભ્ય સામાન્ય સભામાં સુચન મોડમાં દેખાયા

– સામાન્ય સભા પહેલાં વિપક્ષી સભ્યએ ફોટો સેશન કરાવ્યું પણ સભામાં કોઈ વિરોધ નહી કર્યો કહ્યું માત્ર મારૂ સજેશન છે

(પ્રતિનિધિ દ્વારા)   સુરત,સોમવાર

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા પહેલાં વિરોધ પક્ષના સભ્યએ વિરોધ પ્રદર્શન માટે ટી શર્ટ પહેર્યું હતું તેનું ફોટો સેશન કરાવ્યું હતું. પક્ષ દ્વારા સામાન્ય સભા  શરૃ થાય તે પહેલાં વિરોધ પક્ષ માટે મોટો હાઉ ઉભો કરવામાં આવ્યો હતો. પરંતુ શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વિરોધ પક્ષના સભ્યએ નામ પુરતો પણ વિરોધ ન કર્યો હતો. તેઓ જેટલી વાર બોલવા ઉભા થયાં ત્યારે વિરોધને બદલે માત્ર મારૃ સજેશન છે કે સુચન છે તેવા જ શબ્દનો પ્રયોગ કરતાં હતા તેના કારણે શિક્ષણ સમિતિનો વિરોધ પક્ષ માત્ર સોશ્યલ મિડિયામાં જ વિરોધ પ્રદર્શન કરે છે પરંતુ સામાન્ય સભામાં કોઈ વિરોધ કરતો નથી તે ફરી એક વાર સાબિત થઈ ગયું છે.

સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષની જેમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો વિરોધ પક્ષ પણ અત્યાર સુધીમાં સૌથી નબળો વિરોધ પક્ષ સાબિત થઈ રહ્યો છે. સમિતિની સામાન્ય સભા પહેલાં શિક્ષકોની ઘટ મુદ્દે વિરોધ પક્ષ મોટો હોબાળો કરવાનો હોય તેમ આમ આદમી પાર્ટી દ્વારા સોશ્યલ મિડિયા પર હાઉ ઉભો કરવામાં આવ્યો હતો. વિરોધ પક્ષના સભ્ય રાકેશ હીરપરા શિક્ષકોની અછત પુરી કરો તેવું પ્રિન્ટ કરેલું ટી શર્ટ પહેરીને આવ્યા હતા આટલું જ નહીં પરંતુ તેઓએ સમિતિની સભા શરૃ થાય તે પહેલાં ફોટો સેશન કરાવ્યું હતું અને સોશ્યલ મિડિયામાં ફોટા વાઈરલ કરી દીધા હતા.સોશ્યલ મિડિયામાં આક્રમક વિરોધ કરતાં આમ આદમી પાર્ટી જ્યારે પણ સામાન્ય સભા કે અન્ય જગ્યાએ લેખિતમાં કે નક્કર વિરોધ નોંદાવવાનો હોય ત્યારે પાણીમાં બેસી જતો હોવાનું અનેક વખત સાબિત થયું છે.

ફરી એક વખત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વિપક્ષ આમ આદમી પાર્ટીએ કોઈ વિરોધ કર્યો ન હતો.  જ્યારે પણ શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં બોલવા માટે ઉભા થયાં ત્યારે વિરોધ શબ્દો પણ બોલ્યા ન હતા. તેઓ દર વખતે માત્ર મારૃ સુચન છે તેવું જ કહેતાં સાંભળવા મળ્યા હતા. હાલમાં આમ આદામી પાર્ટીમાં જે રીતે ભંગાણ ઉભુ થઈ રહ્યું છે તેની સાથે શિક્ષણ સમિતિના સબ્યો માત્ર સોશ્યલ મિડિયામાં જ વિરોધ કરતાં હોય તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!