વડોદરા ગેસ કંપની દ્વારા બાકી વસૂલાત માટે ગેસ કનેક્શન કાપવાની ઝુંબેશ

On: February 14, 2022 9:39 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 14

વડોદરા ગેસ કંપની દ્વારા આજે સવારથી ફરી એકવાર બાકી બિલોની વસૂલાત માટે ગેસ કનેક્શન કાપવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ગેસ વિભાગનું કંપની કરણ થયા બાદ વડોદરા ગેસ કંપની દ્વારા અવારનવાર ગેસના બાકી બિલોની વસુલાતની ઝુંબેશમાં કરવામાં આવતી હોય છે. અગાઉ પાણીગેટ બાવામાનપુરા વાડી વિસ્તારમાં જેના પણ ગેસના બાકી બીલો હોય તેના ગેસ કનેક્શન કાપીને રૂ.50 લાખથી વધુની વસૂલાત કરી હતી .

વડોદરા ગેસ કંપની દ્વારા આજે સવારથી વડોદરા શહેરના રાવપુરા મચ્છીપીઠ નવા વાળા નાગરવાડા તેમજ દાંડિયાબજાર વિસ્તારમાં બાકી ગેસના બીલોની વસુલાત કરવાની કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે શરૂ કરવામાં આવી હતી.

વડોદરા ગેસ કંપની દ્વારા શરૂ કરવામાં આવેલી ઝુંબેશમાં આજે સવારથી બપોર સુધીમાં 10 જેટલા કનેક્શન કાપીને રૂપિયા 50,000ની વસુલાત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!