બટાકાના ભાવ સારા મળતાં ડીસા પંથકના ખેડુતોમાં ખુશી

On: February 14, 2022 1:53 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભીલડી તા.13

બનાસકાંઠા જિલ્લાનું બટાકાના હબ ગણાતા ડીસા પંથકમાં આ વર્ષે
બટાકા નીકળાવાની શરૃઆત થઇ  ગઇ છે. પરંતુ
જિલ્લામાં બટાકાના વાવેતરમાં ઘટાડો અને કમોસમી વરસાદના કારણે આ વર્ષે બટાકાના ભાવ
ગત વર્ષ કરતાં બમણા મળતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

ગતવર્ષે ઉંચા બિયારણના
ભાવે ખેડુતે વાવેતર કર્યું હતું પરંતુ પોષણક્ષમ ભાવ ન મળતા ખેડુતોને મોટુ નુકશાન
વેઠવાનો વારો આવ્યો હતો. પરંતુ આ વર્ષે ગતવર્ષ કરતા બિયારણ પણ સસ્તુ હતું પરંતુ
ગતવર્ષ કરતા આ વર્ષ બટાકાનું વાવેતર ઓછું થયું હતું અને કમોસમી વરસાદ અને વારંવાર
વાતાવરણના પલટાતાના કારણે  ઉત્પાદનમાં મોટો
ઘટાડો જોવા મળી રહ્યો છે. જેને લઇને મોટા ભાગના કોલ્ડસ્ટોરેજ ખાલી રહેવાની શકયતા
જોવા મળી રહી છે. બનાસકાંઠામા ૫૮૯૦૨ હેકટરનંુ 
વાવેતર થયેલ છે. જેમા ગતવર્ષ કરતા આ વર્ષે ૧૦૦૧ હેકટર વાવેતર ઓછું થયેલ છે.
પોખરાજ બટાકા ૨૦ કિલોના ૧૫૦ થી ૨૨૦ તેમજ
,ખ્યાતી બટાકા ૨૦ કિલોના ૧૮૦ થી ૨૪૦ ,બાદશાહ બટાકાના ૨૦ કિલોના
૨૨૦ થી ૨૭૦ રૃપિયા ભાવ જોવા મળી રહ્યો છે. જેમા ગત વર્ષ કરતા આ વર્ષે ખેડુતોને
બટાકાના ડબલ ભાવો મળી રહ્યા છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!