પાલનપુરમાં ટેસ્ટ લેવાના બહાને 10.50 લાખની ગાડીની ચોરી

On: February 14, 2022 12:02 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

પાલનપુર,તા.13

પાલનપુરના અમદાવાદ હાઇવે પર આવેલ એક ઓટો કન્સલ્ટમાં
ગ્રાહકના સ્વાંગમાં ગાડી ખરીદવા આવેલા અજાણ્યા પાંચ શખ્સોએ પસંદ કરેલી ગાડીનો
ટેસ્ટ લેવાના બહાને ગાડી સાથે ટેસ્ટ આપનાર ઓટો કન્સલ્ટમાં કામ કરતા યુવકનું અપહરણ
કર્યું હતું. બાદમાં આગળ જઇ યુવકને નીચે ઉતારી દઈ ગાડી લઈ નાસી છૂટયા હતા. જે
મામલે અજાણ્યા પાંચ શખ્સો સામે શહેર પશ્ચિમ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો
છે.

પાલનપુરના અમદાવાદ હાઇવે પર એસવીએન મોટર્સ ઓટો કન્સલ્ટમાં
શુક્રવાર ની સાંજે પાંચેક વાગ્યાના સમયે ગ્રાહકના સ્વાંગમાં એક ગાડીમાં સવાર થઈ
આવેલા અજાણ્યા પાંચ ઈસમોએ ઓટો કન્સલ્ટમાં પડેલી ગાડીઓ જોઈ એક ગાડીનો ભાવ કરાવ્યો
હતો. બાદમાં ગાડીનો ટેસ્ટ કરાવવાની વાત કરતા ઓટો કન્સલ્ટના માલીક અનવર ભાઈ વલીભાઈ
સુમરાએ પોતાના ઓટો કન્સલ્ટમાં નોકરી કરતા સદરપુર કોઇટાપુરાના વૈભવ કુમાર રમેશભાઈ
પટેલ ગાડી લઈ આ ઈસમો સાથે ટેસ્ટ અપાવવા ગયા હતા. જે બાદ પરત ન ફરતા અને તેમનો ફોન
બંધ આવતા ઓટો કન્સલ્ટના માલિકને કઈ અજુગતું થયા હોવાનું માલુમ પડતાં તેમને પોલીસને
જાણ કરી હતી. જોકે અજાણ્યા શખ્સોએ આબુ હાઇવે નજીક અપહૃત યુવકને  ગાડીમાંથી ઉતારી દઈને ગાડી લઈ રાજસ્થાન તરફ
ભાગી છૂટયા હતા.  જેને લઈ ઓટો કન્સલ્ટના
માલિકે ગાડીનો ટેસ્ટ લેવાના બહાને ૧૦.૫૦ લાખની ગાડીની ઉઠાંતરી કરનાર અજાણ્યા પાંચ
શખ્સો વિરુદ્ધ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!