[ad_1]

અમદાવાદ,રવિવાર,13
ફેબ્રુ,2022
અમદાવાદ મ્યુનિ.ની હદમાં બોપલ,ઘુમા,ચિલોડા અને
કઠવાડા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યા બાદ શહેરની રહેણાંક અને કોમર્શિયલ એમ કુલ
મળી ૨૧ લાખથી વધુ મિલકત થતા ટેકસ વિભાગની હાલાકી વધી છે.મ્યુનિ.ના ઠરાવ મુજબ એક
ટેકસ વોર્ડ ઈન્સપેકટર મુજબ પાંચ હજાર એન્ટ્રી હોવી જોઈએ એના બદલે દસ હજાર એન્ટ્રી
તથા એક થી વધુ વોર્ડ સોંપવામાં આવ્યા છે.હાલની પરિસ્થિતિમાં ટેકસ વિભાગમાં ૪૪૦
વોર્ડ ઈન્સપેકટર ઉપરાંત ૫૭ ડીવીઝનલ સુપ્રિટેન્ડન્ટ અને ૧૫ થી વધુ ઓફિસ કલાર્ક હોવા
જોઈએ પરંતુ ટેકસ વિભાગ હાલ પચાસ ટકા સ્ટાફ સાથે ચલાવાઈ રહ્યો છે.
વર્ષ-૨૦૦૧-૦૨થી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર અમદાવાદ
શહેરમાં કારપેટ એરીયા આધારીત ટેકસ વસૂલવાનું શરુ કર્યુ છે.૨૬ ડીસેમ્બર-૧૯૯૬ના રોજ
મ્યુનિ.દ્વારા પ્રોપર્ટી ટેકસ વિભાગમાં વોર્ડ મુજબ,દરેક વોર્ડમાં પાંચ હજાર એન્ટ્રી દીઠ એક વોર્ડ ઈન્સપેકટર.આઠ
ટેકસ વોર્ડ ઈન્સપેકટર દીઠ એક ડીવીઝનલ સુપ્રિટેન્ડન્ટ અને એક ડીવીઝનલ સુપ્રિટેન્ડન્ટ
દીઠ બે ઓફિસ કલાર્ક એમ કુલ મળીને ૩૧૮ જગ્યા કાયમી ધોરણે ખોલવા અંગે ઠરાવ કર્યો
હતો.બાદમાં આ અંગે મ્યુનિ.દ્વારા અનેક વખત ઠરાવ કરાયા છે.રેવન્યુ કમિટીના ચેરમેન
જૈનિક વકીલે ૧૧ જાન્યુઆરીના રોજ મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજુઆત કરી છે.આમ
છતાં ટેકસ વિભાગમાં નવા કોઈ સ્ટાફની ફાળવણી કે નવી જગ્યા ભરવામાં આવતી નથી.
મ્યુનિ.ના પૂર્વ ટેકસ ઈન્સપેકટર પુનમભાઈ પરમારની મળેલી
પ્રતિક્રીયા મુજબ,ટેકસ
ઈન્સપેકટર ઉપર જરૃર કરતા વધુ કામના ભારણ અને
ફરજ ઉપરાંત સોંપવામાં આવતી કામગીરી મામલે ૨૬ એપ્રિલ-૨૦૧૩ના રોજ મ્યુનિસિપલ
કમિશનર અને માનવ અધિકાર આયોગ સમક્ષ ટેકસ વિભાગના કર્મચારીઓ દ્વારા રજુઆત કરાઈ હતી
જે બાદમાં અભેરાઈ ઉપર ચઢાવી દેવામાં આવી હતી.હાલમાં ટેકસ વિભાગ પાસે પુરતો સ્ટાફ
ના હોવા છતાં પણ આ વિભાગના કર્મચારીઓને મ્યુનિ.તરફથી ટેકસ બીલ વહેંચવા,રીકવરી લાવવા
ઉપરાંત વાંધા અરજીઓના નિકાલની કામગીરી સાથે કોવિડ સહીતની અન્ય કામગીરી સોંપવામાં
આવતી હોવાથી ટેકસ વસૂલાત સહિતની કામગીરી સમયસર થઈ શકતી નથી.
અમદાવાદમાં ઝોન મુજબ કયાં-કેટલી મિલકત
ઝોન રહેણાંક કોમર્શિયલ
મધ્ય ૧,૭૭,૭૮૦ ૧,૨૭,૬૬૫
ઉત્તર ૨,૪૩,૧૩૬ ૭૨,૧૦૯
દક્ષિણ ૨,૫૦,૮૪૩ ૬૫,૪૪૫
પૂર્વ ૨,૯૬,૮૦૦ ૯૪,૭૯૬
પશ્ચિમ ૩,૨૦,૮૩ ૯૨,૩૨૨
ઉ.પશ્ચિમ ૨,૧૯,૬૬ ૫૦,૮૬૪
દ.પશ્ચિમ ૧,૩૯,૧૨૬ ૩૮,૯૪૯
[ad_2]
Source link






