પતિની પેઢીના બેંક સ્ટેટમેન્ટ ઉપર બોગસ સહી-સિક્કા કરી પત્નીએ કોર્ટમાં કેસ કર્યો

On: February 13, 2022 10:35 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– એચડીએફસી બેંકમાં પતિની પેઢીનું એકાઉન્ટ અને પોતે એ જ બેંકમાં નોકરી કરતી હોવાથી ગેરલાભ ઉઠાવી યુપીની કોર્ટમાં ભરણ પોષણ માટે અરજી કરી

સુરત
વેસુમાં રહેતા કાપડ વેપારી વિરૂધ્ધ પિયર યુ.પીના સહારનપુર ખાતેની કોર્ટમાં ભરણપોષનો કેસ કરનાર પત્નીએ એચડીએફસી બેંકમાં નોકરી કરતી હોવાની તકનો ગેરલાભ લઇ પતિની ટેક્સટાઇલ પેઢીનું બેંક સ્ટેટમેન્ટ મેળવી પેઢીના બોગસ સહી-સિક્કા કરી કોર્ટમાં રજૂ કરતા મામલો પુણા પોલીસમાં પહોંચ્યો છે.
વેસુની શ્રૃંગાર રેસીડન્સી પાછળ સ્ટાર ગેલેક્ષી કોમ્પ્લેક્ષમાં રહેતા શીવકુમાર બલવંતરાય ગુમ્બર (ઉ.વ. 57) અને તેમનો પુત્ર અભિમન્યુ ગુમ્બર પુણાની રઘુવીર બિઝનેશ એમ્પાયરમાં એસ.આર. ટેક્સટાઇલ નામે કાપડનો ધંધો કરે છે. વર્ષ 2018માં અભિમન્યુના લગ્ન યુ.પીના સહારનપુર ખાતે એચડીએફસી બેંકમાં નોકરી કરતી સંજના સંજીવ શેઠ સાથે થયા હતા. લગ્ન બાદ સુરત આવેલી સંજનાએ એચડીએફસી બેંકની ઉધના અને વેસુ બ્રાંચમાં નોકરી કરી હતી. પરંતુ બંને વચ્ચે મનમેળ નહીં હોવાથી સંજના તેના પિયર સહારનપુર રહેવા ચાલી ગઇ હતી અને સ્થાનિક કોર્ટમાં પતિ અભિમન્યુ વિરૂધ્ધ ભરણપોષણનો કેસ કર્યો હતો. કોર્ટે નોટીસ ફટકારતા અભિમન્યુ કોર્ટમાં હાજર થયો હતો અને વકીલ મારફતે સંજનાએ જે અરજી કરી હતી તેની નકલ મેળવી હતી. અરજીની સાથે એસ.આર. ટેક્સટાઇલનું એચડીએફસી બેંકનું સ્ટેટમેન્ટ જોઇ અભિમન્યુ ચોંકી ગયો હતો. પોતાની સહી વગર સ્ટેટમેન્ટ બેંકે કઇ રીતે આપ્યું તે અંગે અભિમન્યુએ એચડીએફસી બેંકને મેઇલ કરી માહિતી મેળવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે સંજનાએ એચડીએફસી બેંકમાં નોકરી કરતી હોવાનો ગેરલાભ ઉઠાવી સ્ટેટમેન્ટ મેળવ્યું હતું અને તેની ઉપર પતિ અભિમન્યુની ટેક્સટાઇલ પેઢીનો ખોટો સિક્કો અને બોગસ સહી કરી હતી. જેથી શીવકુમાર ગુમ્બપે પુત્રવધુ સંજના સેઠ (રહે. ખેડાગલી મહોલ્લો, શાસ્ત્રીનગર, સહારનપુર, યુપી) વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!