[ad_1]
હિંમતનગર, તા. 7
બિનસચિવાલય કલાર્ક વર્ગ-૩ ની પરીક્ષા
આગામી રવિવારે યોજાવવાની છે ત્યારે સાબરકાંઠા જિલ્લાનો શિક્ષણ વિભાગ પરીક્ષાના આયોજન
માટે સજ્જ બન્યો છે. ૧૩ર કેન્દ્રો ઉપર ૪૬ હજાર ઉમેદવારો પરીક્ષા આપવાના છે. અગાઉ પેપર
લીક પ્રકરણમાં જિલ્લો વગોવાયો હોવાથી તા.૧૩ ફેબુ્રઆરીએ યોજાનારી પરીક્ષામાં જિલ્લા
વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગનો એસિડ ટેસ્ટ થશે.
રાજ્યમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
દ્વારા ગત વર્ષે યોજાયેલી હેડકલાર્ક વર્ગ-૩ ની પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થઈ જતાં સરકાર
અને તેના વિભાગ ઉપર પસ્તાળ પડી હતી. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ૧૧ આરોપીઓ વિરુદ્ધ પેપર
લીક કરવાનો ગુનો નોંધી અત્યાર સુધીમાં ૩૩ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે જે
તે સમયે પરીક્ષા રદ થઈ હતી અને પરીક્ષા પુન યોજવાની સરકારે ઉમેદવારોને સાંત્વના આપી
હતી. આગામી તા.૧૩ ફેબુ્રઆરીએ બિનસચિવાલય કલાર્કની પરીક્ષા રાજ્યમાં યોજાવવાની છે જેમાં
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને ઈડર ઝોનના ૧૩ર પરીક્ષા કેન્દ્રો ઉપર ૪૬ હજાર ઉમેદવારો
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનારી પરીક્ષામાં ભાગ લેશે.
કેમેરા વગરના ૧૩ કેન્દ્રો ઉપર પસંદગી
બોર્ડ દ્વારા કેમેરા મૂકાશે
જિલ્લાના ૧૩ર કેન્દ્રો ઉપર રવિવારે ગુજરાત
ગૌણ સેવા પસંદગી મંડળની હેડકલાર્ક વર્ગ-૩ ની પરીક્ષા યોજાશે. પરંતુ ૧૩ પરીક્ષા કેન્દ્રો
ઉપર સી.સી.ટીવી કેમેરા ન હોવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા કેમેરા લગાવી
પરીક્ષાનું પારદર્શક આયોજન કરશે તેમ ડી.ઈ.ઓ. કચેરીના સૂત્રોએ જણાવ્યું છે.
[ad_2]
Source link






