વડોદરા: ટ્રેનમાં નિંદ્રાધીન આર્મીમેનની 2.08 લાખની મત્તા ભરેલી બેગ ચોરી ગઠિયો ફરાર

On: February 7, 2022 8:48 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 07

ટ્રેનમાં મુસાફરી દરમિયાન દિન-પ્રતિદિન મુસાફરો પોતાનો કિંમતી સરસામાન ગુમાવી રહ્યા છે. અજાણ્યા ગઠીયા નિંદ્રાધીન મુસાફરના પર્સ તથા બેગ ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. પરિણામે મુસાફરોની સુરક્ષા તથા પોલીસના પેટ્રોલિંગ સામે સવાલ ઊભા થયા છે. તેવામાં હવે ટ્રેનમાં નિંદ્રાધીન આર્મીમેનની 2.08 લાખની મત્તા ભરેલી બેગ ચોરી અજાણ્યો ગઠિયો નાસી છૂટતા સુરક્ષાના મામલે અનેક સવાલો ઉભા થયા છે.

કેરાલાના રહેવાસી 45 વર્ષીય બિનુઆર નાયર આર્મીમાં ફરજ બજાવે છે. ગત 29મી જાન્યુઆરીના રોજ તેઓ ચંગનોર રેલ્વે સ્ટેશન થી બિકાનેર જવા માટે શ્રી ગંગાનગર એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. મુસાફરી દરમિયાન તેમની પાસે રહેલી ક્રીમ કલરની બેગમાં 02 લાખની કિંમતની સોનાની માળા તથા 08 હજારની રોકડ હતી. ૩૧મી જાન્યુઆરીના રોજ વડોદરા રેલ્વે સ્ટેશન નજીક તેઓ ઊંઘમાંથી ઉઠતા અજાણ્યો ગઠિયો બેગ ચોરી નાશી છુટયો હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે વડોદરા રેલવે પોલીસ મથકે ફરિયાદના આધારે ચોરીનો ગુનો નોંધાયો છે. આમ ,હવે રેલવે મુસાફરી સુરક્ષાની દ્રષ્ટિએ નબળી હોય તેમ લાગી રહ્યું છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!